હવે VCE કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી! આંદોલન થયું તો ગામડાઓનું તંત્ર જ ખોરવાઇ જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : VCE કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના રસ્તે છે. જેમાં સરકારે અગાઉ તેમની માંગ મુદ્દે બાંહેધરી પણ આપી હતી. જો કે તેઓની માંગ પુર્ણ ન થઇ હોવાની VCE કર્મચારીઓ હવે ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામશે.અગાઉ વીસીઇના કર્મચારીઓને સરકારે માંગણી સ્વિકારી હતી અને તેમને યોગ્ય પગાર કરી આપવાની બાંહેધરી આપી હતી. જો કે હાલ 10 મહિના થઇ જવા છતા તેમની એક પણ માંગણી સંતોષાઇ નથી. VCE કર્મચારીઓ દ્વારા સરકારને 3 દિવસનું અલ્ટીમેટ અપાયું હતું. જો તેમની માંગણી સંતોષાય નહી તો આગામી સમયમાં રાજ્યકક્ષાએ આંદોલન કરાશે. આ બાબતે રાજ્યના VCE મંડળે મંત્રી બ્રિજેશ મેરજાને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી.

સરકારી નોકરી આપવાની સૌથી પ્રબળ માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, 27-10 2021 ના રોજ VCE કર્મચારીઓની હડતાળ હાલ મોકુફ રાખી હતી. પડતર માંગણી અંગે બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ બાંહેધરી મળતા આંદોલન સમેટી લીધું હતું. સરકારનું ફિક્સ પગાર મુદ્દે હકારાત્મક વલણ હોવાનું પણ જણાવ્યું હતું. વીમા કવચ અને જોબ સિક્યુરિટીની માંગણી પણ સ્વિકારી હતી. જે બાદ અન્ય માંગો માટે 3 મહિના અગાઉ કમિટીની રચના થઇ હતી. જો કે હજી સુધી કોઇ જ પગલા સરકારે નહી લેતા VCE ફરી આંદોલનનાં માર્ગે વળ્યાં છે.

VCE કર્મચારીઓની શું હતી માંગ?
1. કમિશન પ્રથા હટાવવામાં આવે અને તેમને કર્મચારી ગણી ફિક્સ વેતન અપાય
2. સરકારી લાંભો આપવાની સાથે સાથે સમાન કામ સમાન વેતનની નીતિ લાગુ થાય.
3. VCE ને અને તેના પરિવારને વીમા કવચથી રક્ષણ આપવામાં આવે
4. VCE ની કામગીરી પણ ફિક્સ કરવામાં આવે
5. VCE ને ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર બનાવીને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે
6. VCE ને ઇગ્રામ પોલિસી હટાવીને સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

ADVERTISEMENT

VCE કર્મચારી એટલે શું?
અત્રે ઉલ્લેખનીય છેકે, દરેક ગ્રામપંચાયતમાં એક VCE હોય છે. અહીં આવેલા ઇગ્રામ કેન્દ્રો પર તેમની કામગીરી હોય છે. ડિજિટલ અને સર્વેની કામગીરીથી માંડીને કમ્પ્યુટરને લગતી તમામ કામગીરી VCE કરતા હોય છે. આ ઉપરાંત નાગરિક અન્ન પુરવઠ્ઠા, ચૂંટણી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની કામગીરી તેઓ કરતા હોય છે. પંચાયતની કામગીરીમાં પણ મદદ કરતા હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT