શું ગુજરાતમાં થશે વઘુ એક આંદોલન ? રાજ્ય કર્મચારી સંકલન સમિતિ ઉચ્ચારી ચીમકી
ભક્તિ રાજગોર/અમદાવાદઃ ગુજરાતમાં એક બાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એકપછી એક આંદોલનોએ પણ વેગ પકડ્યું છે. પોલીસ ગ્રેડ પે આંદોલન, માજી સૈનિકોનું…
ADVERTISEMENT
ભક્તિ રાજગોર/અમદાવાદઃ ગુજરાતમાં એક બાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એકપછી એક આંદોલનોએ પણ વેગ પકડ્યું છે. પોલીસ ગ્રેડ પે આંદોલન, માજી સૈનિકોનું આંદોલન ચર્ચામાં આવ્યું હતું. તેવામાં હવે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
રાજ્ય કર્મચારી સંકલને ઉચ્ચારી આંદોલનની ચીમકી
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સાતમા પગારપંચના અન્ય લાભો મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે હજુ સુધી ક્યાં અને ક્યારે આંદોલનો થશે એની માહિતી નથી મળી. પરંતુ 10 લાખ જેટવા કર્મચારીઓ અને પેન્શરો માટે આ આંદોલન હાથ ધરાશે. અહીં એક બેઠક મળી હતી જેમાં અલગ અલગ 14 માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
VCE પ્રશ્નોને લઈને આંદોલન કરવાનો માર્ગ અપનાવશે. અહીં સૌથી પહેલા 24 ઓગસ્ટે કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો હતો. ત્યારપછી 26 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈને પોતાની માગ રજૂ કરશે.
ADVERTISEMENT
- 3 સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ રેલી/આવેદન પત્ર
- 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી/આવેદન પત્ર
- 17 સપ્ટેમ્બરે માસ સીએલ મુકાશે
- 22 સપ્ટેમ્બરે પેન ડાઉન
- 30 સપ્ટેમ્બર સુધી માગ ન સંતોષાઈ તો અચોક્કસ મુદત સુધી હડતાળ
ADVERTISEMENT