વાપી શામળાજી નેશનલ હાઈવેના 2 ટૂકડા થઈ ગયા, 2 બાઈક ચાલક ઈજાગ્રસ્ત
નવસારીઃ ગુજરાતમાં અવિરત મેઘમહેરના પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તેવામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે ધરાશાયી થઈ ગયો છે.…
ADVERTISEMENT
નવસારીઃ ગુજરાતમાં અવિરત મેઘમહેરના પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તેવામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે ધરાશાયી થઈ ગયો છે. જેના પગલે 2 બાઈક ચાલકને ઈજા પહોંચી છે. અત્યારે બંનેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. તેવામાં અત્યારે આ માર્ગને વાહનોની અવર જવર માટે બંધ કરી દેવાયો છે.
નેશનલ હાઈવે ધરાશાયી
નવસારીના વાંસદા તાલુકાથી પસાર થતો શામળાજી નેશનલ હાઈવે-56 ધોધમાર વરસાદના પગલે ધોવાઈ ગયો છે. આ હાઈવેના 2 ટૂકડા થઈ ગયા છે અને એ જમીનમાં ધસી ગયો છે. જેના પગલે અત્યારે આ માર્ગને બંધ કરી દેવાયો છે. NH-56 પરથી અત્યારે એકપણ વાહનને પસાર થવા દેવામાં આવતું નથી.
ADVERTISEMENT
2 બાઈક ચાલક ઈજાગ્રસ્ત
નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 2 બાઈક ચાલકોને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે માર્ગ તૂટી ગયો હતો ત્યાંથી પસાર થતા સમયે તેઓ દુર્ઘટનાગ્રસ્ત થયા છે. અત્યારે બંનેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે.
વેધર અપડેટ
ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના પરિણામે મોટાભાગના જિલ્લાઓમાં સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે આજે રવિવારે પણ નવસારી, તાપી, પંચમહાલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.
ADVERTISEMENT
With Input- રોનક જાની
ADVERTISEMENT
ADVERTISEMENT