ઉમરગામમાં ભગવંત માનના રોડ શોના પોસ્ટર્સ પાલિકાએ હટાવ્યાઃ લાગ્યા મોદી, મોદીના નારા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશીક જોશી.વલસાડઃ ગુજરાત વિધાનસભાની ઉમરગામ વિધાનસભા બેઠક પર પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા ભગવંત માનના રોડ શો પહેલા જ પાલિકા દ્વારા તેમના પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટર્સ ઉતારી લેવાયા હતા. ઉમરગામ વિધાનસભાના ઉમેદવાર માટે કરવામાં આવેલા આ રોડ શો દરમિયાન મોદી મોદીના નારા પણ લાગ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલના સમર્થનમાં ઉમરગામમાં એક રોડશો યોજ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલ 2017 માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને આ વખતે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમરગામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર અશોકભાઈ પટેલ પણ રોડ શોમાં જોડાયા હતા. જોકે ભગવંત માનના રોડશો દરમ્યાન અને ભગવંત માનના સંબોધન વખતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જેને કારણે થોડા સમય દરમિયાન વાતાવરણ ગરમાયું હતું.જોકે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ મોદી મોદીના નારા લગાવતા ભાજપના કાર્યકર્તાઓને દૂર કર્યા હતા. ત્યારે બીજી તરફ આમ આદમી રોડ શોથી પહેલા બેનર અને પોસ્ટરો નગરપાલિકાના કર્મચારીઓ નીકળી જતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પટેલે કહ્યું કે, અમારી જીત નક્કી છે જેના કારણે ભાજપાના કાર્યકર્તાઓ ગભરાઇ ગયા છે તેથી આવા કામો કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT