હદ છે! વલસાડમાં ઉધાર તમાકુ ન આપતા હથોડી મારીને દુકાનદારની આંખ ફોડી નાખી
Valsad News: વલસાડમાં વેપારી પર હુમલાની વિચિત્ર ઘટના સામે આવી છે. દુકાનદારે ઉધાર તમાકુ આપવાની ના પાડતા માથાભારે ગ્રાહકે તકરાર કરીને હોબાળો કર્યો હતો. મામલો…
ADVERTISEMENT
Valsad News: વલસાડમાં વેપારી પર હુમલાની વિચિત્ર ઘટના સામે આવી છે. દુકાનદારે ઉધાર તમાકુ આપવાની ના પાડતા માથાભારે ગ્રાહકે તકરાર કરીને હોબાળો કર્યો હતો. મામલો એટલે બીચક્યો કે ગ્રાહકે દુકાનદારની આંખમાં હથોડી મારીને આંખ ફોડી નાખી હતી. જે બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગ્રાહકે ઉધાર તમાકુ માગ્યું હતું
વિગતો મુજબ, વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં એક ગ્રાહક દુકાનમાં તમાકુ લેવા માટે આવ્યો હતો. જોકે દુકાનદારે ઉધારમાં તમાકુ આફવાની ના પાડી દેતા ગ્રાહકે ઝઘડો કર્યો હતો. માથાભારે ગ્રાહકે આટલેથી ન અટકીને પોતાના મિત્રો સાથે દુકાન પર આવીને વેપારીની આંખ હથોડી મારીને ફોડી નાખી હતી. દુકાનદારના પુત્રને પણ માર માર્યો હતો.
ઘટના બાદ દુકાનદારને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મામલો સામે આવ્યા બાદ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT
ADVERTISEMENT