‘દિકરા વધારો, દીકરીઓને સંસ્કાર આપો, હિન્દુઓ જનસંખ્યા વધારો’: સ્વામીઓની બેઠકમાં થઈ આવી વાતો
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જીલ્લાના વડતાલમાં આજે અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી. જેમાં પદ્મ સચીદાનંદ મહારાજ, અવિચલ દાસ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના…
ADVERTISEMENT
હેતાલી શાહ.ખેડાઃ ખેડા જીલ્લાના વડતાલમાં આજે અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી. જેમાં પદ્મ સચીદાનંદ મહારાજ, અવિચલ દાસ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સચિવ રાધે..રાધે બાબા, ચૈતન્ય શંભુ મહારાજ, આણદા બાબા આશ્રમના દેવીપ્રસાદ મહારાજ, મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ સંતો, આનંદતીર્થ સ્વામી, સાણંદ, મહામંડલેશ્વર મહાદેવગીરી મહારાજ, વિશ્વહિન્દુ પરિષદના ડો.કૌશિકભાઈ વગેરે અનેક સંતો, મહંતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની દીપ પ્રાગટય કરી આ કાર્યકારિણી બેઠકમાં હિન્દૂ સમાજનું માર્ગદર્શન કરી આશીર્વાદ આપ્યા હતા. જોકે આ બેઠકમાં ધર્મના નામે બેફામ વાણીવિલાસ પણ જોવા મળ્યો હતો. સંતોના મુખેથી આ બેઠકમાં કેવા વાક્યો જાહેરમાં મુકાયા હતા આવો જાણીએ.
નૌતમ સ્વામીએ શું કહ્યું?
આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામીએ હિન્દૂ સમાજને જન જાગરણ માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય સંત સમિતિ એ રાષ્ટ્ર રક્ષા,હિન્દૂ ધર્મ રક્ષા, ગૌરક્ષા માટે કામ કરતી સમર્પિત સમિતી છે. આ સંસ્થા ધર્મધિનિષ્ઠ સરકારનું સમર્થન કરે છે. 25 વર્ષ પહેલાં ગુજરાતમાં સ્ટેબિંગનું રાજ હતું. નિર્દોષ નાગરિકો પર એસિડ હુમલા થતા હતા. આજે એ બધું જ ભૂતકાળ બની ગયું છે. ગુજરાતની ધર્મધિનિષ્ઠ સરકારને સંત સમાજનો ટેકો છે. ગુજરાત સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડેલ બનતું જાય છે. વર્તમાન ગુજરાત સરકારે બેટ દ્વારકામાં બીનઆધિકૃત દબાણોનો સફાયો કરી બેટ દ્વારિકાને મજારે શરીફ બનતા અટકાવી છે. ભગવદગીતાએ હિન્દૂ ધર્મનો પ્રાણ છે. તેમાં માનવમાત્રનો સંદેશો છે. જેને શાળાના અભ્યાસક્રમમાં પ્રવેશ કરાવવાનો જે નિર્ણય કર્યો છે. જેને સંત સમાજનો ટેકો છે. લવ જેહાદની ઘટનાઓ સામે હિંદુ સમાજની દીકરીઓના માતાપિતાને પોતાની દીકરીઓ સંતાનોને હિન્દૂ ધર્મનું શિક્ષણ સહિત સંસ્કાર આપવા અને એ દિશામાં હિન્દૂ જન જાગરણ લાવવા અપીલ કરી હતી. આ દેશમાં કોંગ્રેસનું સાશન હતું ત્યારે આપણે ગર્વ સે કહો હમ હિન્દૂ હૈ બોલી શકાતું નહોતું. કોંગ્રેસના મુખીયાઓ હજુ પણ મુસ્લિમ તૃષ્ટીકરણ કરવાના નિવેદનો કરે છે. હિન્દૂ ધર્મના સંસ્કારો પૈકી લગ્ન એ પવિત્ર સંસ્કાર છે.ત્યારે હિન્દૂ ધર્મ આધારિત લગ્ન સંસ્થાના જતન માટે પણ અખિલ ભારતીય સંત સમિતિ કટિબદ્ધ છે માં ગંગાના ગૌરવ અને જતન માટે પણ આ સંસ્થા કટિબદ્ધ છે. ગુજરાતમાં અખિલ ભારતીય સંત સમિતિ એક મજબૂત સંસ્થા તરીકે ઉભરી છે. જેના દ્વારા ઠેર ઠેર હિન્દૂ ધર્મ સેનાની રચના કરાઈ છે. એટલું જ નહીં નૌતમ સ્વામીએ રાહુલ ગાંધીને આડે હાથ લેતા જણાવ્યું કે, “રાહુલ ગાંધી અમેરિકા જઈને એવું બોલ્યા કે મુસ્લિમ લીગ એબ્સુલેટલી સેક્યુલર છે. તો આ બધા ભેગા થયેલા સેક્યુલર નથી? આ દેશની અંદર સૌથી વધારે કોઈ સેક્યુલર હોય તો એ હિન્દુ છે.” આ બેઠકમાં વિધાનસભામાં સંત સમાજનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય ડી કે સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાયમના માટે યાદ રાખવા જેવી વાત કરવી છે કે જે હિન્દુ હિતની વાત કરે એને જ લોકશાહીમાં મત આપવાનો છે. જો હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ પર રાજ કરેગા ઓર ગુજરાત પર રાજ કરેગા. કર્ણાટકના હિન્દુઓએ અંદરો અંદર ઝઘડીને જે માથા ફૂટ ઊભી થઈ છે ને એ અત્યારે ખબર નઈ પડે. બે ચાર વર્ષ પછી ખબર પડશે.
ADVERTISEMENT
આજે વડતાલમા યોજાયેલી અખિલ ભારતીય સંત સમિતીની કાર્યકારિણી બેઠક દરમિયાન મીડિયાને સંબોધતા નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય સંત સમિતિ ગૌ રક્ષા, ગંગા રક્ષા, રાષ્ટ્ર રક્ષા અને ધર્મ રક્ષા માટે કામ કરે છે. છેલ્લા 3/1/2021 થી ગુજરાતમાં અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ તરીકે મે જવાબદારી સાંભળ્યા પછી કોરોના કાળ દરમ્યાન અને વર્તમાનમાં આ આજની પ્રદેશ કાર્યકારિણી મળી કુલ 3 કાર્યકારિણી કરી. સૌ પ્રથમ સમગ્ર ગુજરાતમાં થી આજે દ્વારકા થી લઇ ડાંગ, આહવા, તાપી, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા પાટણ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા , આણંદ, મેહસાણા તમામ જિલ્લાઓમાં થી આજે સંતો ઉપસ્થિત છે. 500થી વધારે સંતો છે. જવાબદાર સંતો છે. સ્થાનધારી સંતો છે. જગ્યાના મહંતો છે. અખિલ ભારતીય સંત સમિતિ દ્રઢ પણે એવું માને છે કે ગુજરાતની અંદર ધર્માધિનિષ્ઠ સાશન હોવું જોઈએ. અને એના ભાગ રૂપે છેલ્લા 25, 26 વર્ષોથી ગુજરાતની અંદર જેને 25 વર્ષ પેહલા શાસન જોયું હશે એને ખ્યાલ હસે કે ઈથર છરા પર લગાવીને સ્ટબિંગ કરવામાં આવતા હતા. બલ્બમાં અંદર એસિડ ભરીને લોકો પર નાખવામાં આવતા હતા. અને કરફ્યુ વારે વારે સમગ્ર ગુજરાતની અંદર કોમી દંગલો ના કારણે થતા હતા. ગુજરાતની અંદર એ શબ્દ ગુમ છે. કોઈને ખબર પણ નથી કે બલ્બમાં એસિડ ભરીને હિન્દુઓ પર નાખવામાં આવતા હતા. ઇથર છરા પર લગાવી સ્ટેબિંગ વડોદરાની અંદર કે અમદાવાદમાં કરવામાં આવતા હતા. કારણ કે એ બધું પાસ્ટ બની ગયું છે. ભૂતકાળ બની ગયું છે. કારણ એનું એ છે કે ધરમાધીનીષ્ઠ સરકારો છેલ્લા 25 વર્ષ થી ગુજરાતની અંદર છે. એના પાયામાં સંતો છે. સંતો દ્રઢ પણે એવું માને છે કે, ગુજરાત સમગ્ર રાજ્ય, આખા દેશ માટે લેબોરેટરી છે. ગુજરાતની પ્રજાના વિચારોથી સમગ્ર દેશને ઘણું બધું મળેલું છે. એ પછી મહાત્માજી હોય, સરદાર સાહેબ હોય વર્તમાનમાં નરેન્દ્ર સાહેબ હોય કે અમિતભાઇ. એટલે ગુજરાતની અંદર ગુજરાત સરકાર જે કામ કરી રહી છે વર્તમાનમાં ભૂપેન્દ્રભાઇ, હર્ષભાઈ, સી આર પાટિલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાસ કરીને બેટ દ્વારકામાં જે ડીમોલીશનનું કામ કર્યું છે એ આશીર્વાદનું કામ કર્યું છે. હું બેટ દ્વારકા જઈ આવ્યો, મેં વ્યક્તિગત જોયું તો બેટદ્વારકાને મજાર એ શરીફ બનાવવાનું કાવતરું હતું.
ADVERTISEMENT
‘ફૂલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકવી સંભવ ન્હોતી’- રેલવે વિભાગ
આપણી દીકરીઓને સંસ્કાર આપવાની જરૂર છેઃ સ્વામી
તેમણે કહ્યું કે, લવ જેહાદના મુદ્દે અમે ખાસ ગુજરાતના હિન્દુ ને કેહવા માંગીશું કે તમે ધરમાધીનિસ્થત બનો. ગુજરાતની હિન્દુ દીકરીઓ એ પોતાના માતા પિતાએ સિખવડવું જોઈએ અરુણા વ્રત હોય કે નવરાત્રી વ્રત હોય એ કોઈ શોખ કે પશ્ચિમનું અનુકરણ કરવાના વ્રત નથી. એ વ્રતોથી આપણને ઘણું મોટું ભગવાનના આશીર્વાદનું ફળ મળતું હોય છે. માં ઉમાની કૃપા મળે છે. બન્ને વ્રતોના કારણે પાર્વતી માતાજીની કૃપા અને પશ્ચિમનું અનુકરણ ના કરવું જોઈએ. એમાં જે રીતના ડિસ્કોને ડાન્સ થાય છે એ માતાજીનું અપમાન છે. અમારું એવું સ્પષ્ટ અખિલ ભારતીય સંત સમિતિમાં રહેલા સંતોનું માનવું છે કે, જે લવ જેહાદ થઈ રહ્યું છે એની પાછળ આપણી દીકરીઓને સંસ્કાર આપણે આપવાની જરૂર છે. સંસ્કાર ક્યાંથી શરૂ થશે? તો આપડા ઘર થી શરૂ થશે. એને મદ ભગવદ્ ગીતાજી કંથસ્ત કરાવો, એને સંપ્રદાયના શાસ્ત્રો કંથસ્ત કરાવો, રામાયણ, સ્વામિનારાયણ ના હોય તો શિક્ષાપત્રી કંથસ્ત કરાવો, એને માળા કરતા કરો, પૂજા કરતા કરો, કંઈ ન કરો તો ઉમરાનું પૂજન કરતા શીખવાડો. સ્વસ્તિક કરાવડાવો, ઓમકાર કરાવડાવો , પાંચ ચાલ્લા કરાવડાવો, દીકરીઓ પાસે દ્વાર પૂજા કરાવડવો, તુલસીજી ની પૂજા કરાવડાવો, ગાય માતાને ઘાસ નાખવાનું આપડે ત્યાં હિન્દુ માં હતું, રોજ ગાય કૂતરાને ઘાસ નાખવાનું શીખવાડો, દીકરીઓને સંસ્કાર યુક્ત બનાવવા થી , જમણા કાંડા પર બાંધી નાડાછડી બાંધવાનું, બિંદી કરવાનું શીખવાડો, આ બધીજ બાબતો લવ જેહાદ ને અટકાવનારી છે. હું માનું છું , માતા પિતાએ સંસ્કાર આપવા જોઈએ. અમારું એવી માંગણી છે કે લાવ જેહાદ ની અંદર જે દીકરીઓ જાય છે, એના ફુવા, મામાં, માસા, કાકા, પિતા, નાનો અથવા મોટો ભાઈ, લોહીના જે નજીકના સંબંધો છે. એમની સહી વગર એવી એજેડ થયેલી 18 વર્ષ ઉપરની દીકરીઓ છે એ કોઈ પણ કાયદેસરતા છે. લગ્ન જીવનની એને ભારત સરકાર, ગુજરાત સરકાર માન્ય ન ગણે તો ખૂબ મોટું લવ જેહાદનું દૂષણ ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી અટકશે.
ADVERTISEMENT
દિકરા વધારોઃ સ્વામી સચ્ચિદાનંદ
બેઠકમાં ઉપસ્થિત દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદે હિન્દુઓને શસ્ત્રધારી બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, જેમણે અહિંસા પરમો ધર્મનું સૂત્ર આપ્યું, તેમણે હિન્દુઓને નિર્બળ બનાવી દીધા. હિન્દુઓને ફરી બળવાન બનાવવા માટે વીરતા પરમો ધર્મ નું સૂત્ર અપનાવવું જોઈએ. સાથે જ તેમણે બંગાળમાં હિન્દુ તરીકે રહેવું મુશ્કેલ બની ગયું હોવાનું પણ જણાવ્યું. હિન્દુઓની જનસંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે. જેમાં તેમણે સૂત્ર આપ્યું છે કે દિકરા વધારો. હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સનાતન હિંદુ સંસ્કૃતિને બચાવવા માટેની વાતો થઈ રહી છે. એ પછી બાબા બાગેશ્વર હોય કે, પછી કોઈ નેતા હોય કે, સંત. હાલમાં આ તમામ લોકો સનાતન હિંદુ સંસ્કૃતિને બચાવવા પર ભાર મૂકી રહ્યા છે. એવામાં આજે વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની ગુજરાત પ્રદેશ કાર્યકારીણી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી સહિત તમામ હોદ્દેદારો સંત – મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ખેડા જિલ્લા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
રેપ પીડિતાની કુંડળી મીલાવવાના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટેઃ સુપ્રીમે જાતે સંજ્ઞાન લીધું
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ” 1947 પહેલાં આઝાદી મળી એના પેહલા હિન્દુ સમાજના સામે જે પ્રશ્નો હતા અને જે ચિંતાઓ હતી, એથી વધારે અત્યારે પ્રશ્નો ઉભા થયા છે, એથી વધારે અત્યારે ચિંતાઓ ઉભી થઇ છે. કારણ કે આપણે ઘટી રહ્યા છે, ઘટી જ રહ્યા છે. આપણો સમુદાય ઓછો થતો જઈ રહ્યો છે. હું હમણાં આખા બંગાળનો રાઉન્ડ લગાવીને આવ્યો. મારું પુસ્તક છે એની પર તમારી ઈચ્છા હોય તો વાંચજો. બંગાળમાં હિન્દુ તરીકે રહેવું મુશ્કેલ બની ગયું છે. આપણા સદભાગ્ય છે કે, આસામને આપણા નેતાઓ ફરી પાછા મૂળ પ્રવાહમાં લઈ આવ્યા છે. એટલું જ નહીં પણ મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા આ બધા પ્રદેશો જે નીકળવા માંડ્યા હતા, એ બધા પ્રદેશોને ફરીથી આપણા સાથે જોડવામાં બહુ સફળતાપૂર્વક આપણા નેતાઓએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. પણ બંગાળ અને બિહાર આ બધા પ્રદેશોમાં આપણા જ ભાઈઓ, આપણા જ ભાઈઓ આપણા જ દુશ્મનો બન્યા છે. અને એ જેમ કહ્યું એમ વિધર્મીઓ ની સંખ્યા કેમ વધે, એમનો કેમ પ્રભાવ વધે, એમનું કેમ મહત્વ વધે, એવી તૃષ્ટિકરણની નીતિ એવી અપનાવી રહ્યા છે, જેવી નીતિ પહેલા કોઈએ ના અપનાવી હોય તેવી અપનાવી રહ્યા છે. એટલે ચિંતા નો વિષય છે. મારી સમજણ પ્રમાણે બે ત્રણ વાતો કરીશ. સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન તો એ છે કે, આપણી સંખ્યા ઘટવી ન જોઈએ. જો આપણી સંખ્યા ઘટશે તો કોઈ પણ તોપ વિના તલવાર વિના આપણે ગુલામ થઈ જઈશું. પહેલા જે ગુલામી આવી તે તલવારોની આવી, તોપોની આવી. હવે જે ગુલામી આવી રહી છે એ જન સંખ્યા ની આવી રહી છે. અને જન સંખ્યા આપણી ઘટી રહી છે, જ્યારે બીજા બધાની વધી રહી છે. અને એ જન સંખ્યા પર નિયંત્રણ કરવામાં નહીં આવે, અને આપણી સંખ્યા વધારવામાં નહીં આવે, તો આ બધું જ કર્યું કારેલું પાછું ધુર ધાણી થઈ શકે છે. એટલે પહેલામાં પહેલું તો આપણી જન સંખ્યા વધવી જોઈએ. મેં સૂત્ર આપ્યું છે કે દીકરી પઢાવો દીકરી ભણાવો. એની સાથે મેં કહ્યું છે દિકરા વધારો. દિકરા વધારો. આપણા ત્યાં પહેલા ઋષિ આશીર્વાદ આપતા 10 પુત્રી ભવ, 10 પુત્રી ભવ, 10 પુત્રી ના થાય તો કંઈ નહીં પણ પાંચ પુત્રી તો કરો. પણ એક આવીને અટકી ગયા છો, તો તમે આગળ શું કરશો. એટલે આપણા દિકરાઓ વધવા જોઈએ. એક વાત. મારું બીજું સૂત્ર છે, અમેરિકામાં એક પત્રકારે મને પૂછેલું, આખી દુનિયામાં એવો કયો દેશ છે, જ્યાંની 85% બહુમતી પ્રજા દસ-બાર ટકા લઘુમતીનો માર ખાતી હોય એવો આખી દુનિયામાં કયો દેશ છે? મેં કહ્યું એ તો મારો દેશ છે. અને મને એણે પથરો માર્યો, કહે કે અહીં શું દાટ્યું છે. અહીં દાટ્યું છે. તમે તમારા દેશમાં જાઓ ને અને જઈને તમારી 85% પ્રજા છે એને માર ખાતી બંધ કરો ને. અને પછી હું દેશમાં આવ્યો અને આજ મારું સૂત્ર બન્યું. અને એમાંથી મને સૂત્ર મળ્યું,” હિંદુ પ્રજા શસ્ત્ર વિનાની છે. ક્ષત્રિય સિવાય લગભગ કાયર છે. હિંમત નથી” અને એટલે જ એને ફરીથી શસ્ત્રધારી બનાવી જોઈએ. એટલે મેં સૂત્ર આપ્યું “વીરતા પરમો ધર્મ” “વીરતા પરમો ધર્મ” કોઈ સમયે અહિંસા પરમો ધર્મ આવેલું બરાબર હતું. પરંતુ વીરતા હોય તો અહિંસા હોય. સિંહ ની અહિંસા હોય. સસલાની અહિંસા ના હોય. પહેલા તમે લોકોને સસલા બનાવો. એ તો આપો આપ અહિંસક છે જ. એમાં એને બનાવવાની જરૂર જ નથી. એટલે શસ્ત્રધારી અમે દંતાલીમાં સરદાર સેના બનાવી છે. મહારાજ પધારેલા ત્યારે મેં કહ્યું કે અમારી સરદાર સેના શસ્ત્રધારી છે. એક સાથે ૧૨૦ છોકરાઓ સસ્ત્ર લઈને નીકળે તો કોઈની મજાલ છે કે સામે ઉંછું માથું કરી શકે. એટલે જો તમને ઠીક લાગે તો જ્યાં જ્યાં હિન્દુ આપણો એકે દેવ શસ્ત્ર વિનાનો નથી. મને એક દેવ બતાવો જેના હાથમાં સસ્ત્ર ના હોય. આપણે તો શસ્ત્રધારી છીએ. કોને આ સસ્ત્ર છોડાવ્યા? એને હિન્દુ પ્રજા ને દુર્બળ બનાવી. એટલે હિન્દુ પ્રજાને બળવાન બનવાની છે. અને બળવાન બનાવવાની હોય તો એ એક જ છે , વીરતા પરમો ધર્મ , શસ્ત્ર ધરી બનો. કાયદેસરનું, ગેરકાયદેસર નઈ.”
ADVERTISEMENT