વલસાડમાં ગોડાઉનમાં લાગી આગઃ અફરાતફરી મચીઃ જુઓ Video
વલસાડઃ ગુજરાતના વલસાડમાં આવેલા છિપવાડ વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગી જવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ…
ADVERTISEMENT
વલસાડઃ ગુજરાતના વલસાડમાં આવેલા છિપવાડ વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગી જવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. તેમણે થોડા સમયની મહેનત પછી આગ પર કાબુ મેળવી લીધો છે. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
4 ફાયર ફાઈટર સ્થળ પર દોડી આવ્યા
વલસાડમાં આવેલા છિપવાડ વિસ્તારના એક ગોડાઉનમાં આગ લાગવાને કારણે માલ સામાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. લોકો કુતુહલ વસ પણ ટોળા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ પર દોડી આવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. 4 ફાયર ફાઈટરની મદદથી તેઓએ સતત આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવવાની સાથે તેમને ત્યાંથી તેમને જાણકારી મળી કે ગોડાઉનમાં પ્લાસ્ટીક અને અન્ય માલસામાન પણ હતો. જેના કારણે ત્યાં આગ પર કાબુ ઝડપથી મેળવવો શક્ય બની રહ્યો ન હતો.
— Gujarat Tak (@GujaratTak) November 7, 2022
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ કૌશિક જોશી, વાપી)
ADVERTISEMENT