વલસાડમાં પરિવારે બંધ ઓરડામાં મરચાનો ધૂમાડો કર્યો, ગૂંગળામણમાં 1 બાળકીનું મોત, 4 સભ્યો બેભાન
Valsad News: વલસાડના વાપીમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં શ્રમિક મહિલાની તબિયત લથડતા નજર લાગી હોવાનું માનીને બંધ ઓરડામાં મરચાની ભૂકીનો ધુમાડો કરવામાં…
ADVERTISEMENT
Valsad News: વલસાડના વાપીમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં શ્રમિક મહિલાની તબિયત લથડતા નજર લાગી હોવાનું માનીને બંધ ઓરડામાં મરચાની ભૂકીનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જે બાદ પરિવારના પાંચ સભ્યોને ગૂંગળામણ થતા શ્વાસ રૂંધાઈ ગયો હતો. ઘરમાંથી ધૂમાડો નીકળતા આજુબાજુના લોકોએ પરિવારને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેમાં એક બાળકીનું મોત થઈ ગયું છે, તો ઘરના 4 સભ્યોને પણ ગૂંગળામણની અસર થતા બેભાઈન થઈ ગયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અંક્ષશ્રદ્ધામાં પરિવારે દીકરી ગુમાવી
વિગતો મુજબ, વલસાડના વાપીમાં આવેલા સુલપડ વિસ્તારની એક ચાલીમાં એક ઘરમાંથી ધૂમાડો નીકળતો જોઈને પાડોશીઓ દોડી ગયા હતા. ઓરડામાં જોતા ઘરના પાંચ સભ્યો બેભાન હાલતમાં પડ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ, અંધશ્રદ્ધામાં મહિલાને નજર લાગ્યાનું માનીને બંધ ઓરડીમાં પરિવારે મરચાનો ધૂમાડો કર્યો હતો. ઘરમાં પતિ-પત્ની, બાળકી અને બે સાળા સાથે રહેતા હતા. ધૂમાડાના કારણે પરિવારના તમામ સભ્યોના શ્વાસ રૂંધાઈ ગયા હતા. ઘરમાંથી ધૂમાડો નીકળતા જોઈને પાડોશી દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં તમામ 5 સભ્યોને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમાં એક બાળકીનું મોત થઈ ગયું હતું.
પરિવારના 4 સભ્યો હજુ હોસ્પિટલમાં
જ્યારે પતિ-પત્ની અને બે સાળા હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT