valsad Latest news: વલસાડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા 6 વર્ષના બાળકનું કરૂણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Valsad News: આજના ઉતરાયણના આ પર્વ પર વલસાડથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વલસાડનના ખાટકીવાડ વિસ્તારમાં ધાબા પરથી પટકાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકે જીવ ગુમાવ્યો છે. તહેવાર પર આ પ્રકારની ઘટના બનતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સારવાર દરમિયાન છ વર્ષના બાળકે ગુમાવ્યો જીવ

વલસાડમાં એક છ વર્ષનું બાળક ઘાબા પર પતંગ ચગાવી રહ્યું હતું આ દરમિયાન ધાબા પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં ર આપી આઇસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું

મહેસાણામાં પણ 10 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ

રાજ્યમાં મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામેથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જ્યાં 10 વર્ષીય બાળક પતંગ લૂટવા જતા કૂવામાં પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની લાયમાં કુવામાં પડી ગયો હતો. આ કારણે તેમને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો. ખેરાલુના મોટી હિરવાણી ગામના રહેવાસી જીતુભાઈ વણઝારાનો પુત્ર રાહુલ કે જેની ઉંમર માત્ર દસ વર્ષની હતી તેનું કુવામાં પડી જવાથી કમકમાટી ભર્યું મોત થયું હતું.

ADVERTISEMENT

સલામતી સાથે પર્વની ઉજવણી કરજો

દર વર્ષે ઉત્તરાયણના દિવસે અનેક અકસ્માતના કિસ્સાઓ બનતા સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવો પડે છે. ત્યારે આ વખતે પણ એક ઘટના સામે આવી છે. માટે આજના પવિત્ર દિવસ પર આપ સૌ લોકોને સલામતી સાથે પર્વની ઉજવણી કરવાની અપીલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT