વલસાડમાં પોલીસ ચોકીની પાછળથી 6 વર્ષની બાળકી નગ્ન અવસ્થામાં લાશ મળી, પરિવારને દુષ્કર્મની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Valsad Crime News: સમગ્ર ભારતમાં માતા અંબાની ભક્તિમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઘરે ઘરે કન્યા પૂજનના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ વચ્ચે નવરાત્રીના નવમા દિવસે વાપીમાં સમગ્ર સમાજને શરમાવે તેવી ઘટના બની છે. 6 વર્ષની બાળકી નગ્ન અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

સવારે 11 વાગ્યે ગુમ થઈ હતી બાળકી

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સવારે વલસાડના વાપીમાં 11 વાગ્યાની આસપાસ ડુંગરા એક્સટેન્શનના આઝાદ નગરમાં મૌલાના ચાલમાંથી 6 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાત્રે બે વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ ચોકીની પાછળ બાળકીની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હોવાની માહિતી મળી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

મામલાની ગંભીરતા જોઈને તાલુકાના મામલતદાર સહિત જિલ્લાના SP, DySP, SOG, LCBના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે વાત કરી હતી અને આરોપીઓને વહેલી તકે પકડવાની ખાતરી પણ આપી હતી.

ADVERTISEMENT

સીસીટીવીમાં બાળકી સાથે જતો વ્યક્તિ દેખાયો

વાપીના સીસીટીવીમાં એક વ્યક્તિ એક છોકરીનો પકડીને હાથ પકડીને લઈ જતો દેખાય છે, બાદમાં આ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીની લાશ મળતાની સાથે જ પોલીસ રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેસની તપાસ આદરી હતી. પોલીસ ચોકીની પાછળથી જ આ રીતે લાશ મળી આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અહી મોટો પ્રશ્ન એ છે કે આ સમાજમાં માણસોના વેશમાં નરભક્ષી મુક્તપણે ફરે છે, ત્યારે ફરી એકવાર સગીર બાળકીની ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં પ્રાથમિક શંકા બળાત્કાર તરફ ઈશારો કરે છે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેની પુષ્ટિ થશે.

ADVERTISEMENT

(કૌશિક જોશી, વલસાડ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT