PM મોદીના ખભે હાથ મુકીને મિત્રની જેમ વાતો કરનાર વજુભાઇ સૌરાષ્ટ્રના ચાણક્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌમ્યા સિંહ/રાજકોટ : દેશની રાજનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભાજપને સુવર્ણકાળમાં લઈ જવાનો શ્રેય આ બંને નેતાઓને આપવામાં આવે છે. અમિત શાહ સિવાય પણ ગુજરાતના એક રાજનેતા નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસુ છે. આજના ગુજરાત ભાજપ અસ્તિત્વમાં એમનું ખૂબ યોગદાન છે. વજુભાઇ વાળા સૌરાષ્ટ્રનાં દિગ્ગજ ચહેરાઓ પૈકીના એક છે.

83 વર્ષની વયે પણ તેઓ કિંગમેકર છે
વજુભાઈ વાળાનું નામ મોદી માટે કેમ મહત્વનું છે? 83 વર્ષની વયે પણ તેઓ ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2001 ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એ જ વર્ષ હતું, જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ લીધા હતા. આ સિવાય સીએમ બનેલા નરેન્દ્ર મોદીને ચૂંટાઈને વિધાનસભામાં પહોંચવાનું હતું. તે સમયે રાજ્યમાં ભાજપ પાસે 117 ધારાસભ્યો હતા. રાજકોટ (2)ના ધારાસભ્ય વજુભાઈ વાળાએ મોદીને વિધાનસભામાં મોકલવા રાજીનામું આપ્યું હતું.

વજુભાઇએ એક નવા-સવા રાજકારણમાં પ્રવેશેના વ્યક્તિ માટે પોતાની સીટ ખાલી કરી
વજુભાઇએ નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી દીધી હતી. આ ભાજપની સૌથી સુરક્ષીત સીટ પૈકીની એક હતી. જેના કારણે ભાજપનો ઉમેદવાર અહીં ખુબ જ સરળતાથી જીતી જાય તેમ હતું. જેથી દિગ્ગજ નેતા હોવા છતા પણ વજુભાઇએ પોતાની સીટ ખાલી કરી આપી હતી. આ પછી 2002ની ચૂંટણીની જાહેરાત થઈ. વજુભાઈ વાળાને પાર્ટી દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

રાજીનામું વજુભાઇનો માસ્ટર સ્ટ્રોક, વિરોધીઓ પણ ચુપ અને ભવિષ્યલક્ષી રોકાણ પણ કર્યું
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમની બેઠક છોડીને તેમના વિરોધીઓને ચૂપ કર્યા એટલું જ નહીં. મોદીની ગુડ બુકમાં પણ આવી ગયા થોડા સમય માટે MLA ની પોસ્ટ ત્યાગીને તેઓએ ખુબ આગળનું વિચાર્યું હતું. તેમના એક નિર્ણયે વિરોધીઓને નર્વસ કરી દીધા હતા. ત્યાર બાદ પછી તેમણે રાજકારણમાં લાંબી સફર કરી. વાળાની તાકાત એ છે કે વૈભવી જીવનશૈલીમાં ગયા પછી પણ તેણે પોતાની દેશી શૈલી જાળવી રાખી. તે લોકો સાથે દેશી રીતે વાત કરે છે. આ કારણે તેઓ ક્યારેય કોઈ ચોક્કસ વર્ગથી દૂર રહેતા નહોતા. આનો તેમને હંમેશા ફાયદો થતો હતો.

જ્યારે PM બન્યા ત્યારે વજુભાઇને રાજીનામુ સોંપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં ગુજરાતથી દિલ્હી જવા રવાના થયા ત્યારે તેમણે મણિનગરના ધારાસભ્ય તરીકેનું રાજીનામું વજુભાઈ વાળાને સુપરત કર્યું હતું. તે સમયે વજુભાઈ વાળા વિધાનસભાના સ્પીકર હતા. એ જ વજુભાઈ હતા જેમણે નરેન્દ્ર મોદી વિધાનસભા પહોંચ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદી 13 વર્ષ પછી આ ગૃહમાંથી બહાર આવ્યા ત્યારે માત્ર વજુભાઈ જ તેમનું રાજીનામું સ્વીકારવા ઊભા હતા. પીએમ મોદીએ રાજકોટ પશ્ચિમમાં ચૂંટણીના રાજકારણની શરૂઆત કરી હતી. જે બાદ તે મણિનગરથી ફરી ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળાએ પહેલા મેયર અને પછી મહામહિમ સુધીનો પ્રવાસ કર્યો. તેઓ મોદીના ખૂબ વિશ્વાસુ છે. હવે ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્રના કિંગમેકરની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. ભાજપ અત્યારે સૌરાષ્ટ્રમાં પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે એવી ચર્ચા છે કે એવામાં વજુભાઇ વાળા આગામી થોડા દિવસોમાં ફરી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ન માત્ર સક્રિય જોવા મળશે પરંતુ તેઓ સૌરાષ્ટ્રમાં કિંગમેકરની ભુમિકા અદા કરશે અને જેનું તેમને ચૂંટણી બાદ મોટુ વળતર પણ મળી શકે છે.

ADVERTISEMENT

વજુભાઈ વાળાનો રાજકીય ઈતિહાસ
– વજુભાઈ વાળા ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજકારણી છે
– ગુજરાતના નાણામંત્રી અને સ્પીકર રહી ચૂક્યા છે
– રાજકોટ મેયર તરીકે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા
– ઈમરજન્સી દરમિયાન તેમને 11 મહિનાની સજા થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT