વડતાલના હિંડોળા મહોત્સવમાં બાર બારણાના હિંડોળે ઝુલતા ભગવાન હરિ આકર્ષણનું કેન્દ્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ સ્વામિનારાયણ તથા વૈષ્ણવ સંપ્રદાયમા હિંડોળા મહોત્સવનું અનેરૂ મહત્વ છે અને હાલમાં અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એવામાં ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમા 45 દિવસના હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ હિંડોળા મહોત્સવ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ ઓરિસ્સા, રાજસ્થાન તથા ગુજરાતના 45 જેટલા કુશળ કારીગરોએ દિવસ રાત મહેનત કરી 22 હજાર ચોરસ ફૂટ જગ્યામાં બે વિશાળ ડોમ બનાવ્યો છે.

10 સપ્ટેમ્બર સુધી વડતાલમાં હિંડોળા મહોત્સવ

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવની શરૂઆત 28 જુલાઈ થી થઈ ગઈ છે. આ મહોત્સવનો પ્રારંભ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામી તથા ગોવિંદસ્વામી સહિત વડીલ સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. 28 જુલાઈ થી 10 સપ્ટેમ્બર સુધી વડતાલમા ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામા આવ્યું છે.

ADVERTISEMENT

હિંડોળા ઉત્સવ માટે 45 કારીગરોએ દિવસરાત કરી મહેનત

આ હિંડોળા મહોત્સવને તૈયાર કરવા માટે ઓરિસ્સા, રાજસ્થાન અને ગુજરાતના 45 જેટલા કારીગરોએ દિવસરાત મહેનત કરી છે. જેમા 22 હજાર ચોરસ ફુટ જગ્યામાં ઊભા કરેલા બે વિશાળ મંડપમા ઉત્સવકલા રજુ કરાઈ છે. આ ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવ 45 દિવસ સુધી ચાલશે, જેમા 100 ગામના 35 હજારથી વધુ હરિભક્તો સ્વયંસેવક તરીકે સેવા બજાવશે. જેમા “બેટી બચાવો બેટી પઢાવો”, “વ્યસન મુક્ત સમાજ”, વડતાલ સ્વામિનારાયણ મંદિરને નવેમ્બર 2024માં 200 વર્ષ પૂર્ણ થાય છે. તો આ વર્ષે સંપૂર્ણ કહાની વડતાલ સંસ્થાના ઇતિહાસની પણ આ મહોત્સવમા રજુ કરાઈ છે. સાથેજ આ મહોત્સવમા વડતાલ જ્ઞાનબાગમા રંગોત્સવ દરમ્યાન નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલ બાર બારણાના હિંડોળે ઝુલતા હરિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ મહોત્સવને જોવા માટે દૂર દૂરથી હરિભક્તો વડતાલ આવી રહ્યા છે. ગત વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તોએ હિંડોળા મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામા હરિભક્તો ભવ્ય હિંડોળા મહોત્સવના દર્શને આવી રહ્યા છે.

ADVERTISEMENT

વડતાલ મંદિરની સંપૂર્ણ કહાનીઃ વડતાલનો ઈતિહાસ

વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામીએ ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ” હિંડોળા એ આપણી સનાતન પરંપરાનો એક ભક્તિ પરંપરાનો એક આનંદનો ઉત્સવ છે. ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં શ્રદ્ધા રૂપી હિંડોળે ભગવાનને ઝુલાવવા આવતા હોય છે. વડતાલ મંદિરમાં 198 વર્ષ થી હિંડોળાના દર્શન થાય છે. આ મંદિરમાં સોના ચાંદીના હિંડોળા પણ છે. પરંતુ ખાસ કરીને આજનું યુવાધન, બાળધન, સ્ત્રીધન જે દેશની તાકાત છે એને કંઈક જાણવા પણ મળે, આપણા સમાજ વિશે, આપણા સંસ્કાર વિશે, આપણા પરિવાર વિશે, એના ભાગરૂપે છેલ્લા પાંચ સાત વર્ષથી, મંદિરના વિશાળ કેમ્પસની અંદર હિંડોળાનું પ્રદર્શન ઊભું કરવામાં આવે છે. આ વખતે આપ નિહાળી રહ્યા છો, વડતાલ મંદિરને નવેમ્બર 2024માં 200 વર્ષ પૂર્ણ થાય છે. તો આ વર્ષે સંપૂર્ણ કહાની વડતાલ સંસ્થાના ઇતિહાસની છે. આ ભૂમિ ઉપર લક્ષ્મીજીએ તપસ્ચરિયા કરેલી છે. તપસ્ચરિયા કરી નારદઋષિના વરદાન સ્વરૂપે ભગવાન નારાયણની સાક્ષાત પ્રાપ્તિ થયેલી છે. ભગવાન નારાયણ લક્ષ્મીજીને વર માગવાનું કહે છે, ત્યારે લક્ષ્મીજી એમ કહે છે કે, આપ મારા પતિ બનો. અને આ સ્થાને આપ મારી સાથે નિવાસ કરો. તો આજે અત્યારે લક્ષ્મીનારાયણદેવનું મંદિર છે, એ મંદિરમાં પધરાવવા માટે નરનારાયણ દેવની મૂર્તિઓ આવી ગઈતી, છતાંય ભગવાન સ્વામિનારાયણએ આ વરદાનને યાદ કરીને અહીંયા લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવી. નંબર વન, નંબર ટુ ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનનારા, ઇષ્ટદેવ માનનારા, એના સ્વરૂપનું ધ્યાન ઉપાસના કરનારા ભક્તો માટે ભગવાને પોતે પોતાની મૂર્તિ પધરાવીને ક્યાંય આપી હોય તો એ એકમાત્ર વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવી આપ્યું છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છે, એ અચૂક વડતાલ આવતા હોય છે. આપ જુઓ પૂર્ણિમા હોય, એકાદશી હોય, રવિવાર હોય અહીંયા જે રીતે ભક્તોનો સમૂહ આવે છે, એ હરિકૃષ્ણ મહારાજના કારણે ખેંચાઈને આવે છે. બીજી મહત્વની ઐતિહાસિક વાત એ છે કે, ભગવાન સ્વામિનારાયને આ વડતાલની ભૂમિ ઉપર અમદાવાદ કાલુપુર અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી. આ બે આચાર્ય સ્થાપના કરે એ વડતાલની ભૂમિ ઉપર કરે એ પણ પ્રદર્શનમાં બતાવવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશમાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો રહે છે, એ બધા જ નિયમિત પૂજા પાઠ કરતા હોય છે અને શિક્ષાપત્રીનું વાંચન કરતા હોય છે. એ શિક્ષાપત્રીનું લખાણ એ પણ વડતાલની ભૂમિમાં રહીને ભગવાન સ્વામિનારાયણ કર્યું છે. એ પણ પ્રદર્શનમાં બતાવવામાં આવ્યું છે. બીજું તમને જણાવતા આનંદ થાય છે કે, અત્યારે ભગવાન સ્વામિનારાયણના અવશેષો એમના નખ,કેશ, અસ્થી, ત્વચા ઘણી મોટી વસ્તુઓ ઘણા મોટા પ્રમાણમાં વડતાલ સંસ્થા પાસે આચાર્ય પ્રબળવિહારી લાલજી મહારાજ એમણે સંકલિત કરેલી એ અક્ષર ભુવન ના નામે ઓળખાય ત્યાં છે. અત્યારના વર્તમાન આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ અને અમારા સૌ વડીલ સાધુઓ સંતો જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, નિત્ય સ્વરૂપ સ્વામી, બાપુ સ્વામી, નવતમ સ્વામી વગેરે સૌ વડીલ સંતો મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ સાથે મળી ગોમતીજીના કિનારે વિશાળ અક્ષરભુવન જે આપણું પૌરાણિક સ્થાપત્ય છે. કે જેમાં સ્ટીલ કે સિમેન્ટનો ઉપયોગ નથી થતો છતાંય હજારો વર્ષો સુધી ટકે છે. એવો પથ્થરનોની અંદર બની રહેલો છે, એ ગોમતીજીના કિનારે બને છે. એ પણ પ્રદર્શનમાં બતાવવામાં આવ્યું છે. સાથે આપણે ગમે એટલા પ્રગતિ કરીએ, પણ આપણો પરિવાર સુખી તો આપણે સુખી. આપણો પરિવાર દુઃખી તો આપણે દુઃખી. પરિવારમાં દુઃખ કેમ આવે છે, અને પરિવારમાં સુખ કેમ આવે છે, એ પણ પ્રદર્શનના માધ્યમએ બહુ જ સરળતાથી રજૂઆત થઈ છે. સાથે જ દીકરીઓ માટે સમાજમાં જાગૃતિ આવે, એના માટે બેટી બચાવો બેટી પઢાવો, એના સ્લોટ પણ ઉભા કરેલા છે. ટૂંકમાં અહીંયા ધર્મ, સમાજ, સંસ્કૃતિ બધું જ સાથે છે. તમે બેટી બચાવો બેટી પઢાવોનો ખંડ જોજો, ફર્સ્ટ લેડી, પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા, ફર્સ્ટ કોણ બધું જ ત્યાં રજૂઆત કરી અને દર્શકોને એમ થાય કે મારી દીકરી પણ કોઈ ક્ષેત્રમાં ફર્સ્ટ બને એવો પ્રયાસ સંસ્થાએ કર્યો છે. અને મને ખુશી થાય છે કે સંસ્થાનો પ્રયાસ સ્વયંસેવકોની મહેનત અને ગુજરાત તક હજારો નાગરિકો સુધી લઈ જાય છે. તો આ જ અમારો ગોલ છે, કે ભગવાનનો સંદેશ આપણા સમાજના ચિંતકોની જે મહેનત છે, એ સમાજના નાનામાં નાના નાગરિકો સુધી પહોંચાડવી..”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT