અમરનાથમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ વડોદરા લવાયો, પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી
વડોદરા: અમરનાથની યાત્રાએ ગયેલા વડોદરાના યુવક ગણેશ કદમનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું. જે બાદ શ્રીનગરથી ગણેશના મૃતદેહને કાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો…
ADVERTISEMENT
વડોદરા: અમરનાથની યાત્રાએ ગયેલા વડોદરાના યુવક ગણેશ કદમનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું. જે બાદ શ્રીનગરથી ગણેશના મૃતદેહને કાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો, અહીંથી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને આજે વડોદરા લાવવામાં આવ્યો હતો. યુવકનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોએ પોક મૂકીને રડી પડ્યા હતા. વિધિ પૂર્ણ થયા બાદ અંતિમયાત્રા કાઢીને યુવકના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
33 વર્ષના યુવકને હોસ્પિટલમાં આવ્યા 3 હાર્ટ એટેક
વડોદરાના ફતેપુરામાં આવેલી પીતાબંરની પોળમાં રહેતા 33 વર્ષના ગણેશ કદમ મિત્રો સાથે અમરનાથની યાત્રાએ ગયા હતા. 8મી જુલાઈએ તેઓ વડોદરાથી અમરનાથ જવા નીકળ્યા હતા. પહેલગામ પહોંચી તેઓ એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને ઉલટી થતા મિત્રો સ્થાનિક હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. હોસ્પિટલમાં જ ગણેશને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં તેઓ બચી ગયા જોકે ફરી ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું.
આજે યુવકનો મૃતદેહ શ્રીનગરથી અમદાવાદ થઈને વડોદરા લાવવામાં આવ્યો હતો. જુવાનજોધ યુવકના મોતથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. તો ગણેશ કદમની પત્ની મૃતદેહ ઘરે આવતા જ હૈયાફાટ રૂદન કરતા આખો પરિવાર શોકમાં સરી પડ્યો હતો. ગણેશના પરિવારમાં ટ્વિન્સ બાળકો દીકરી અને દીકરો છે અને બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.
ADVERTISEMENT
8 દિવસમાં 4 ગુજરાતીઓના મોત
નોંધનીય છે કે, છેલ્લા 8 દિવસોમાં જ અમરનાથ યાત્રાએ ગયેલા આ ચોથા ગુજરાતીનું મોત થયું છે. બે દિવસ પહેલા જ અમેરિકાથી દોઢ મહિના પહેલા સુરત આવેલા મહિલા ઊર્મિલાબેન મોદીનું અમરનાથ યાત્રાએ માથામાં પથ્થર વાગતા મોત થયું હતું. તો આ પહેલા 9 જુલાઈના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયાનું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જતા મોત થયું હતું. તો 13 જુલાઈના રોજ ભાવનગરના સિદસર ગામના વતની અન શિલ્પાબેન ડાંખરાનું અમરનાથ યાત્રા દરમિયાન લોવર વેલી ખાતે મોત થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT