Vadodara: SIT એક્શનમાં, હજુ ઘણા પથ્થરબાજો પર ધરપકડની લટકતી તલવાર
વડોદરાઃ વડોદરા પોલીસે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલી પથ્થરમારાની ઘટનાઓમાં 30 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પણ ઉશ્કેરણી જનક ભાષણ અને…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરા પોલીસે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલી પથ્થરમારાની ઘટનાઓમાં 30 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પણ ઉશ્કેરણી જનક ભાષણ અને પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરાઈ છે. અહીં સુધી કે VHP નેતાને પણ દબોચી લેવાયા છે ત્યારે હજુ પણ ઘણા લોકો આ પથ્થરમારામાં હતા તેમની ઓળખ કરી તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે સતત કાર્યવાહીઓ ચાલુ છે. હજુ ઘણાના માથે ધરપકડની તલવાર લટકી રહી છે ત્યારે આજે એસઆઈટીની ટીમે કોમી વાતાવરણ બગાડનારાઓ સામે કાર્યવાહીને લઈને વડોદરામાં એક્શન મોડમાં છે અને સીસીટીવી, વાયરલ વીડયોથી લઈને તમામ શક્ય તેટલા પુરાવાઓ એકત્ર કરવા અને તેના આધારે વધુ કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
‘દીકરીઓના પોટલા માથે રાખીને જીવી ખા, નહીં તો…’: અમદાવાદની ગર્ભવતી પરિણીતાને માર્યો માર
3 PIની થઈ ગઈ તાત્કાલીક ધોરણે બદલી
વડોદરામાં શોભાયાત્રા પરથ થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ કમિશનરે તાત્કાલીક ધોરણે ત્રણ પોલીસ મથકોના પોલીસ ઈન્સપેક્ટરની બદલીના આદેશ કરી દીધા છે. જેમાં સિટી પોલીસ સ્ટેશનના એસ એમ સાગરને ટ્રાફિકમાં, ગોરવાના એચ એમ ઘાંઘલને સિટી પોલીસ સ્ટેશનમાં અને ટ્રાફિકના પીઆઈ જે એમ મકવાણાને ગોરવા પોલીસ મથકના પીઆઈ તરીતે બદલી આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો ત્રણ પીઆઈની બદલી થઈ છે પરંતુ બીજી રીતે જોઈએ તો સિટી પોલીસ મથકના જે એમ મકવાણાને પોલીસ મથકથી હટાવી ટ્રાફિકમાં મુકી દેવાયા છે. જેને પોલીસ ખાતું સજાના ભાગ રૂપે ગણી રહ્યું છે.
જૂનાગઢ: વિશ્વ વિખ્યાત પરબધામે 140 મૂર્તિની સ્થાપના અંગે દિવ્ય ચેતના મહોત્સવની ભવ્ય ઉજવણી
SITમાં કોણ કોણ?
આ ઘટનાના પડઘા માત્ર વડોદરા કે ગુજરાતમાં જ નહીં પણ દિલ્હી સુધી પડ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા તાબડતોબ નિર્ણયો લેવા માટે બેઠકો પણ યોજાઈ હતી ત્યારે આ ઘટનાની તપાસમાં પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહને અધ્યક્ષતા સોંપાઈ છે. તેમની ટીમમાં એસીપી ક્રાઈમ, એસીબી જી ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કામ કરશે. ઉપરાંત સિટી પોલીસ મથકના પીઆઈને પણ તેમાં સમાવાયા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT