વડોદરાઃ શિવાજી મહારાજ અને સરદાર પટેલ પર અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની અટકાયત, માફી મગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી ધર્મના, સમાજના, વગેરે બાબતોના ઠેકેદારોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. જેના નામ પર આ ટોળું ચાહે તે કરી શકે છે અને કરાવી પણ શકે છે. શિવાજી મહારાજ અને સરદાર પટેલ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં વડોદરા પોલીસે બે યુવાનોની અટકાયત કરી હતી. આ ટિપ્પણી કરનારા યુવાનો પણ એ જ સમાજના હોવાનું સામે આવતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. જોકે આખરે લોકોની નારાજગી વચ્ચે બંને યુવકોને પોલીસ મથકમાં (In the Police station, पुलिस स्टेशन में) માફી મગાવવામાં આવી હતી.

યુવાનો પાસે માફિ મગાવ્યા પછી મામલો થયો શાંત
આર્યન પટેલ નામના એક યુવકે છત્રપતિ શિવાજી મહારાજ ઉપર તો તેના મિત્ર યસ સુર્વે દ્વારા લોખંડી પુરુષ સરદાર પટેલ ઉપર અભદ્ર ટિપ્પણી કરવા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાથી મહારાષ્ટ્રીયન સમાજ તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો માટે ચોંકાવનારું એ હતું કે અભદ્ર ટિપ્પણીના મામલામાં જે યુવાનો સામે આવ્યા હતા તે પણ આ બંને સમાજના જ હતા. ત્યારે આ રોષને પારખીને પોલીસ પણ એક્શનમાં આવી હતી અને યસ સુર્વે તેમજ આર્યન પટેલની અટકાયત કરવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા બંને યુવકો પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના દર્શન કરાવીને માફી મંગાવવામાં આવી છે.

ટામેટાની સુરક્ષા માટે દુકાનની બહાર બાઉન્સર મૂકનારા પિતા-પુત્રને પોલીસ ઉઠાવી ગઈ

વડોદરામાં એક યુવક દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો હોવાની ઘટના બની હતી. આ મામલે મહારાષ્ટ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે મોડી રાત્રી દરમિયાન અને બીજા દિવસે પણ તાલુકા પોલીસ મથક ખાતે મહારાષ્ટ્રીયન સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેના મિત્રએ પણ આ યુવકને ઉકસાવ્યો હોય તેણે પણ સરદાર વલ્લભ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. સમગ્ર ઘટનાની તપાસ કરતા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ દરમિયાન બંને યુવકોની અટકાયત કરી હતી અને અંતે બંને યુવકોએ આ મહાન વિભૂતિઓ સામે નતમસ્તક કરી માફી માંગતા સમાજના લોકોએ પણ તેમની માફીને સ્વીકારી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જોકે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT