વડોદરામાં ડમ્પરે પોલીસ કર્મીનો જીવ લીધો, માથા પર ટાયર ફરી વળતા કરુણ મોત, અકસ્માત CCTVમાં કેદ
દિગ્વિજય પાઠક/ વડોદરા: શહેરમાં બેફામ દોડતા ડમ્પરે પોલીસ જવાનનો ભોગ લીધો છે. ભાયલી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવા પર જતા પોલીસ કર્મીને અડફેટે લીધા…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક/ વડોદરા: શહેરમાં બેફામ દોડતા ડમ્પરે પોલીસ જવાનનો ભોગ લીધો છે. ભાયલી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવા પર જતા પોલીસ કર્મીને અડફેટે લીધા હતા. જે બાદ ડમ્પરનું વ્હીલ ફરી વળતા પોલીસ જવાનનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
પાછળથી આવતા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારી
વિગતો મુજબ, શહેરના ભાયલી વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનનું મોત નિપજ્યું હતું. ભાયલીથી સનફાર્મા રોડ જવાના માર્ગે પોલીસ કર્મી લાલભા એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ દોડતા ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. એક્ટિવા લઈને જતા લાલભાને ડંપર ચાલકે કચડી નાખ્યા હતા. જેમાં ડમ્પરના ટાયર નીચે માથું કચડાઈ જતા તેમનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર
ત્યારે પોલીસ જવાનના મોતને પગલે ગેરકાયદેસર બેફામ દોડતા ડમ્પરો વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અચાનક ધસી આવેલો ડમ્પર ચાલક પોલીસ જવાનને કચડીને ફરાર થઈ જતા ગોત્રી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં તો પોલીસે ફરાર ડમ્પર ચાલકની તપાસ હાથ ધરી છે. બીજી તરફ સહકર્મીનું અકસ્માતમાં મોત નિપજતા ગોત્રી પોલીસ સ્ટેશનના કર્મીઓમાં દુઃખની લાગણી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT