ગુજરાતનું પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ એક્શનમાંઃ વડોદરાની બેફામ બનેલી કંપનીઓ સામે કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ જાહેરમાં બિન્દાસ્ત પ્રદૂષણ ઓકતી નંદેસરીની બે કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. આ કંપનીઓના વીજ કનેક્શન તેમજ પાણી કનેક્શન કાપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અગાઉ પ્રદૂષણ ફેલાવવા મામલે 8 જેટલી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ વધુ બે કંપનીઓને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે.

સુરત પોલીસે એક વ્યક્તિને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને માર મારવાનો વીડિયો થયો વાયરલ

કર્મભૂમિને જ પ્રદૂષિત કરતા ઉદ્યોગો
નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અનેક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કર્મભૂમિને જ આ ઉદ્યોગો પ્રદૂષિત બનાવી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વધુ બે કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. નંદેસરીની કેડેક કેમ કંપની તથા આકાર ઇન્ડિયા કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટીસ પાઠવવામાં આવી છે. આ ઉદ્યોગો ધ્વરા ખુલ્લી ડ્રેનેજમાં પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવ્યું હતું અને તેની ફરિયાદના આધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં ફલિત થતા કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ મેનેજર જે.એમ.મહિડાએ જણાવ્યું હતું કે આ કંપનીઓના પાણી કનેક્શન અને વીજ કનેક્શન પણ કાપવામાં આવશે. પ્રદૂષણ ફેલાવનાર એકેય ઉદ્યોગને બક્ષવામાં નહિ આવે તેમ તેઓએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT