BREAKING: વડોદરાના નવા મેયરના નામની જાહેરાત, જાણો કોના નામ પર મહોર લાગી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ખાતે આજે મળનારી સામાન્ય સભા પહેલા નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. કોન્ફરન્સ રૂમમાં સંકલનની બેઠકમાં વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. નિલેશ રાઠોડ વોર્ડ નં.17ના કાઉન્સિલર છે અને તેઓ વડોદરાના 29માં નવા મેયર બન્યા છે.

પૂર્વ મેયરે MLA તરીકે ચૂંટાતા રાજીનામું આપ્યું હતું
ખાસ વાત છે કે, હાલમાં જ વડોદરાના પૂર્વ મેયર કેયૂર રોકડિયા હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ધારાસભ્ય પદે ચૂંટાતા તેમણે મેયરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદથી મેયરનું પદ ખાલી પડ્યું હતું. ત્યારે હવે નિલેશ રાઠોડને મેયરની ખુરશી સોંપવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતા જ પાલિકાની સામાન્ય સભામાં ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા હતા.

ADVERTISEMENT

મેયરના માટે 4 નામો મોકલાયા હતા
આજે સવારે પ્રદેશ નેતૃત્વએ મેયરના નામનું મેન્ડેટ આપ્યું હતું. જેમાં સ્થાનિક સ્તરેથી ચાર નામ મોકલવામાં આવ્યા હતા. ચાર નામમાંથી નિલેશ રાઠોડના નામ પર મહોર લગાવવામાં આવી છે. વડોદરામાંથી નવા મેયરની પસંદગી તરીકે મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ચીરાગ બારોટ દંડક, નીલેશ રઠોડ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, અલ્પેશ લીંબાચીયા શાસક પક્ષના નેતાના નામ મોકલાયા હતા. જો કે અંતે નિલેશ રાઠોડના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. તેઓ અગાઉ દંડક રહી ચૂક્યા છે. નોંધવું રહ્યું કે વડોદરાના મેયર તરીકે હવે તેમની 6 મહિનાની ટર્મ બાકી છે.

નોંધનીય છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે કેયુર રોકડિયાએ ધારાસભ્ય બન્યા બાદ મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. કેયુર રોકડિયા સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે 2021મં મેયર તરીકે પદભાર સંભાળ્યો હતો. આ પહેલા ધારાસભ્ય દર્શિતા શાહે પણ રાજકોટના ડેપ્યુટી મેયરના પદેથી રાજીનામું આપ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT