વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દેશભક્તિના રંગમાં રંગાયા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ અત્યારે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. તેઓ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે વાઘોડિયા પ્રાથમિક શાળાની તિરંગા યાત્રામાં જોડાઈને ખાસ ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 13થી 15 ઓગસ્ટ વચ્ચે આયોજિત હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ અમિત શાહે કર્યો હતો. તેમણે સવારે પોતાના દિલ્હીના નિવાસ સ્થાન પર પોતાના પત્ની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

દેશભક્તિનું ગીત ગાયું….
વડોદરામાં મધુશ્રીવાસ્તવ હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા. અગાઉ વિશ્વ આદિવાસી દિવસ પર જેવી રીતે તેઓ ટીમલીના તાલે ઝૂમ્યા હતા, તેવી જ રીતે તિરંગા યાત્રામાં તેઓ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે દેશભક્તિના ગીતો ગાઈને તિરંગો ફરકાવ્યો હતો.

ADVERTISEMENT

વિશ્વ આદિવાસી દિવસ પર રાજ્યભરમાં ઘણા જિલ્લાઓમાં ગુજરાત સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યોએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે હાથમાં તીરકામઠું લઈને ટીમલીના તાલે ઝૂમ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સામે આવ્યો છે.

ધારાસભ્ય મધુ શ્રીવાત્સવનો ટીમલી ડાંસ
વાઘોડિયામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના મુખ્ય બજારમાં પરંપરાગત ટીમલી સંગીત પર સ્થાનિક આદિવાસીઓએ નૃત્ય કર્યું હતું. કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ હાજર હતા અને પરંપરાગત આદિવાસી નૃત્યુ જોઈને તેઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓ હાથમાં તીરકામઠું લઈને ટીમલીના તાલે ઝૂમ્યા હતા. તેમનો ડાંસ કરતો વીડિયો સામે આવતા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT