વડોદરામાં દોઢ મહિનાથી ગુમ બહેનો અચાનક પતિ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ, કર્યા ચોંકાવનારા ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: વડોદરાના હરણી વિસ્તારથી ફેબ્રુઆરી માસમાં બે જોડિયા બહેનો ગુમ થઈ હતી. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી બંને બહેનોનો કોઈ પતો ના મળતા પિતા ચિંતિત બન્યા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ કેસની તપાસ વડોદરા ક્રાઇમબ્રાન્ચે શરૂ કરી હતી. એવામાં આજે ગુમ થયેલી બે બહેનોમાંથી સારિકા નામની યુવતીએ ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામમાં લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા સારીકાએ લીંબાસી પોલીસમાં પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું સર્ટીફીકેટ પોસ્ટ કર્યું હતું. અને આજે ખેડા જિલ્લાના લિંબાસી પોલીસ મથકે બંનેને હાજર કર્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ લીંબાસી પહોંચી અને જોડિયા બહેનો તથા જેની સાથે લગ્ન કર્યા છે તે યુવકને લઈને વડોદરા જવા રવાના થઈ છે.

કોલેજ જવા નીકળેલી બહેનો ઘરે પાછી ન આવતા પરિવાર ચિંતામાં હતો
છેલ્લા કેટલાય સમયથી વડોદરાની જોડિયા બહેનો ગુમ થવાને લઈને ચકચાર મચી હતી. જેને લઈને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ કેસમાં જોડાઈ હતી. ફેબ્રુઆરી માસમાં વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા ચીમન વણકરની બે પુત્રી 23 વર્ષીય સારિકા અને શીતલ કોલેજ જવાનું કહીને પરત આવી ન હતી. જેને લઈને પરિજનો દીકરી ગુમ થયા અંગેની હરણી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધારી હતી છતાં છેલ્લા દોઢ મહિનાથી બંને દીકરીઓની કોઈ ભાળ મળતી નહોતી. આથી પિતા ચીમનભાઈએ મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યોને લેખિત રજૂઆત પણ કરી હતી.

ADVERTISEMENT

યુવતીએ ખેડાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા
એવામાં આજે બંને દીકરીમાંથી એક દીકરી સારિકાએ લગ્ન કર્યા હોવાનું બહાર આવતા બંને બહેનોની ભાળ મળી છે. મળતી માહિતી અનુસાર સારિકાએ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના લીંબાસી ગામમાં માધવ ખડકીમાં રહેતા ધાર્મિક પટેલ નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કર્યા અંગે સર્ટિફિકેટ બે દિવસ પહેલા લીંબાસી પોલીસ મથકે પોસ્ટ કર્યું હતું. જેને લઇને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ મથકે પહોંચી હતી અને બંને બહેનો અને સારીકાના પતિ ધાર્મિક પટેલ પોલીસ મથકે હાજર થયા હતા.

પોલીસ સ્ટેશનમાં મેરેજનું એફિડેવિટ રજૂ કર્યું
જેમાં સારિકાએ પોતાની મરજીથી ધાર્મિક પટેલ સાથે લગ્ન કર્યા હોવાનું એફિડેવિટ રજૂ કર્યું હતું. અને સાથે જ તેની જુડવા બહેન શીતલ પણ પોતાની મરજીથી જ બહેન સાથે આવી હોવાનું એફિડેવિટ રજૂ કર્યું હતું. અને પોલીસ મથકે આવીને બંને બહેનોએ પણ એ જ વાત કરી હોવાનુ જાણવા મળ્યું છે. હાલતો વડોદરા ક્રાઇમબ્રાન્ચની ટીમ સારિકા , શીતલ અને સરિકાના પતી ધાર્મિક પટેલને લઈને વડોદરા પહોંચી છે.

ADVERTISEMENT

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને બહેનોને લઈને નીકળી
આ અંગે સારિકાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “વડોદરા ક્રાઈમ બ્રાન્ માંથી અમને સ્ટેટમેન્ટ લેવા માટે લઈ જાય છે. મારા હસબન્ડ સાથે હું ક્રાઈમ બ્રાન્ચમાં જાઉં છું. પરંતુ અહીંયાથી લઈ જવાની અને ઘર સુધી અમને માધવદાસની ખડકીમાં જ્યાં અમે રહીએ છે ત્યાં સુધી લાવવાની ફૂલ પ્રોટેક્શન સાથે લાવવાની જવાબદારી બધી લીંબાસી પોલીસ સ્ટેશન અને બરોડા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફની રહેશે. એવી અમને બાંહેધરી ત્યાંના ક્રાઈમ બ્રાન્ચ ACP રાઠોડ સાહેબે આપી છે. એટલે અમે નિવેદન કરીએ છીએ કે અમને મારા હસબન્ડ અને મારી બહેનને પ્રોટેક્શન આપે અમે અમારી મરજીથી જ આવ્યા છીએ અને બાકીનું સ્ટેટમેન્ટ અમે ત્યાં ક્રાઈમ બ્રાન્ચમાં આપીશું.”

ADVERTISEMENT

મહત્વનુ છે કે , બહેનોના પિતાએ નડિયાદના કિશન પટેલ નામના શકશ પર સંકા વ્યક્ત કરી હતી. પરંતુ સારિકાએ ધાર્મિક પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યા છે અને શીતલ પણ પોતાની મરજી થી બહેન સાથે રેહવા ગઈ હોવાનું સામે આવતા ચકચાર મચી છે.

    follow whatsapp

    ADVERTISEMENT