વડોદરામાં ગૌરીવ્રત કરતી દીકરીઓના હાથે મુસ્લિમ યુવતીઓએ મુકી મહેંદીઃ કોમી ઝેર ઓકતા લોકો ક્યારે શીખશે સદભાવના?
દિગ્વિજય પાઠક.વડોદરાઃ હાલમાં જ મહેસાણામાં એક શાળામાં બકરી ઈદ અંગે બાળકોને સમજણ આપવા બદલ શાળાને અને તેના સ્ટાફને હિન્દુ સંગઠનો દ્વારા જે ત્રાસદાયી રીતે પજવવામાં…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ હાલમાં જ મહેસાણામાં એક શાળામાં બકરી ઈદ અંગે બાળકોને સમજણ આપવા બદલ શાળાને અને તેના સ્ટાફને હિન્દુ સંગઠનો દ્વારા જે ત્રાસદાયી રીતે પજવવામાં આવી રહ્યા છે તેને લઈને ક્યાંય કોઈ પોલીસ કાર્યવાહી જોવા મળી રહી નથી. ત્યાં બીજી બાજુ કચ્છમાં બાળકોને નમાજ઼ પઢાવવાને લઈને પણ વિવાદ થયો છે. કોમી ઝેર ઓક્તા આવા તત્વોને એ ક્યારેય ભાન નથી પડતું કે આપણે ત્યાં તમામ ધર્મના લોકો વસે છે અને શાળામાં તમામ ધર્મના બાળકો સાથે પ્રાથના કરે છે, સાથે તમામ ધર્મના તહેવારો ઉજવે તો તેમાં વાધો શું પડ્યો ત્યારે આ તમામ નફરતી વાતાવરણ વચ્ચે ઘણી જગ્યાએથી કોમી એક્તાના ઉદાહરણ રૂપ એવી ઘટનાઓ પણ સામે આવે છે જે મનને થોડી ટાઢક આપે છે. તેવી ઘટનાઓથી હજુ માનવતા જીવંત હોવાનો અહેસાસ ઘણા લોકો કરતા હોય છે.
જૂનાગઢઃ ડેમનું પાણી છોડાતા ગામે ગામો ડૂબ્યા, 15 સેકંડમાં ઘર પાણીમાં થયું ગરકાવ- Video
15 વર્ષથી ચાલતી આ રીત એક અનોખી પરંપરા બની છે.
ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં સામાજીક કાર્યક્રર નિશિતા રાજપૂત દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો છે. જેમાં ગૌરી વ્રત કરનાર હિન્દૂ દીકરીઓને ડ્રાયફ્રુટ આપવામાં આવ્યા હતા. તો આર.એન. પંડ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 51 મુસ્લિમ દીકરીઓએ જે હિન્દૂ દીકરીઓ અલુણા વ્રત કરવાની છે તેઓને હાથમાં મહેંદી મૂકી આપી હતી. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આ અનોખા કાર્યક્રમથી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT