વડોદરાના સામુહીક આપઘાત કેસમાં પોલીસ કરશે તમામ લીધેલી લોન મામલે તપાસ
વડોદરાઃ વડોદરામાં આર્થિક તંગીના કારણે એક પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મળતી વિગતો અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષ…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરામાં આર્થિક તંગીના કારણે એક પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મળતી વિગતો અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષ ખાતે રહેતા પ્રિતેશ મિસ્ત્રીએ પોતાની પત્ની તેમજ સાત વર્ષીય પુત્રની મોં દબાવી હત્યા કર્યા બાદ જાતે આત્મહત્યા કરી લીધી હતી. પ્રિતેશ મિસ્ત્રી શેરબજાર સાથે સંકળાયેલ હતા. તેઓએ આગળ દિવસે પોતાના માતાને ફોન કર્યો હતો કે સવારે આપ આવજો તો સાથે જમવા જઈશું સવારે જયારે તેઓની માતા આવ્યા ત્યારે દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. અને કોઈ ફોનનો જવાબ પણ આપતું ન હતું તેથી તેઓએ પાછળથી જય ચકાસતા પ્રિતેશનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેઓએ બુમરાણ મચાવતા આસપાસના રહીશો એકત્રિત થઇ ગયા હતા. અને તપાસ કરતા પ્રિતેશ, તેઓની પત્ની સ્નેહા અને પુત્ર હર્શિલના પણ મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તેઓને દીવાલ પાર લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે દેવું વધી જતા આ પગલું ઉઠાવી રહ્યો છે. આમ કોઈનો વાંક નથી. પોલીસે હાલ આ અંગેની તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરમાં કપાસનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ કાઢી રેલી, જો ઉકેલ ન આવે તો ખેડૂતોની દિલ્હી જવાની તૈયારીમાં !
અમૂલનો મોટો ઝટકોઃ ‘શ્રીમાન સોઢીજી, MDનું પદ્દ તાત્કાલીક છોડો’
અંતિમ ચિઠ્ઠીમાં તો કોઈ નામ લીધા નથીઃ ACP જગણિયા
આ અંગે એસસીપી યશપાલ જગણિયાએ કહ્યું કે, વાઘોડિયા વિસ્તારમાં પ્રિતેશ મિસ્ત્રી નામના વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આપઘાત કર્યો છે. હાલમાં ત્રણેય મૃતદેહોને SSG હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલાયા છે. પ્રારંભીક ઈન્વેસ્ટીગેશનમાં અમને મળેલી સ્યૂસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે તેઓ આર્થિક તંગીમાં હતા અને તેના કારણે તેમણે આ પગલું ભર્યું છે તેવું લાગી રહ્યું છે. હાલ તેમણે જ્યાં જ્યાંથી લોન લીધી છે, તેની તપાસ કરીશું અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જો કાંઈક નીકળી આવે છે તો તે પ્રમાણે પણ કાર્યવાહી કરીશું. ક્રાઈમ સીન પર પ્રિતેશ અને તેની પત્ની લટકતી હાલતમાં હતા અને તેમના પુત્ર અને પત્ની નીચે જમીન પર પડેલા હતા. અંતિમ ચિઠ્ઠીમાં તો તેમણે કોઈ નામ લીધા નથી, તેઓ પોતાની મરજીથી પગલું ભરે છે તેવું કહ્યું છે. પરંતુ તેમના માથે દેવું વધારે હતું તેથી આ પગલું ભર્યું છે.
ADVERTISEMENT
પાલીતાણામાં જૈન વિવાદ બાબતે કેવા પગલા લેવાશે, શું બોલ્યા ટાસ્ક ફોર્સના સભ્ય ?
‘મમ્મી તું સવારે ઘરે આવજે બહાર જમવા જવાનું છે’- મરતા પહેલા માતાને બોલાવી
તેમના મિત્ર કેતન ચુનારાએ કહ્યું કે, સાંજે તેમના માતા શિલાબેન મિસ્ત્રીને પ્રિતેશભાઈએ મેસેજ કર્યો કે, મ્મમી તમે કાલે સવારે દસ વાગ્યે આવીજો આપણે બહાર જમવા જવાનું છે. તે પછી અહીં તેમના રહેઠાણ પર આવ્યા ત્યારે તેમણે પ્રિતેશને દરવાજેથી ફોન કર્યો, પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. પાછળના દરવાજાથી તે અંદર ગયા ત્યારે ઉપરના માળે જતા તેમણે જોયું તો પ્રિતેશભાઈની ફાંસો ખાઈ લીધેલી બોડી દેખાઈ તેમણે બુમાબુમ મચાવી દીધી. આસપાસના લોકો પછી દોડી આવ્યા. પોતે સાવ હોશ ખોઈ બેઠા. પડોશીઓને જાણ થતા તેઓને પ્રિતેશભાઈનો પુત્ર જે 7 વર્ષનો છે તેની પણ બોડી બેડ પર અને તેમના પત્નીની બેડની નીચેથી મળી. કારણમાં તેમના બેડરૂમની વોલ પર સ્યૂસાઈડ નોટ લખી છે. તેઓ શેર બજારના ધંધામાં જોડાયેલા હતા. તેને લઈને આવું પગલું ભર્યું છે તેવું સ્યૂસાઈડ નોટમાં લખેલું છે.
(વીથ ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT