વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખને RSSના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સસ્પેન્ડ
દિગ્વિજય પાઠક.વડોદરાઃ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પ્રદેશ કોંગ્રેસે બરતરફ કર્યા છે. અને તેનું કારણ એ છે કે તેઓએ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ RSSની…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પ્રદેશ કોંગ્રેસે બરતરફ કર્યા છે. અને તેનું કારણ એ છે કે તેઓએ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ RSSની પ્રશિક્ષણ શિબિરમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી અને તેમાં પ્રવચન પણ આપ્યું હતું. પ્રદેશ કક્ષાએથી તેઓને સસ્પેન્ડ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ જે હાજરી આપી તે યોગ્ય નથી.
મોહન ભાગવત સાથે સ્ટેજ કર્યું શેર
લોકસભા ચૂંટણી પૂર્વે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે તો બીજી તરફ પક્ષની વિચારધારાથી વિપરીત કામ કરી રહેલ કાર્યકરો સામે દંડાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા. તેઓએ આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી અને તેઓએ પ્રવચન પણ આપ્યું હતું. જો કે આ બાબત પ્રદેશ કોંગ્રેસને ખટકી હતી અને તેઓએ સુરેશ પટેલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસે પત્રમાં લખ્યું છે કે RSSની પ્રશિક્ષણ શિબિરમાં તમે હાજર રહ્યા અને પ્રવચન પણ આપ્યું તે યોગ્ય નથી તમે આટલા સિનિયર કાર્યકર્તા થઇ આમ કરો તે ચલાવી ન લેવાય અને તેથી આપણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. પક્ષ દ્વારા આ પત્ર સુરેશ પટેલને મોકલી આપવામાં આવ્યો છે અને તેના કારણે કોંગ્રેસમાં પણ સોપો પડી ગયો છે.
અમિતાભ-અનુષ્કાના બાઇક રાયડરને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ, ભરવું પડશે આટલું ચલણ
રાષ્ટ્રહિતની વાત થતી હોય ત્યાં પક્ષાપક્ષી ન હોવી જોઈએઃ સુરેશ પટેલ
સારા કાર્યોમાં હાજરી આપવી, ધર્મ કાર્ય અને રાષ્ટ્રહિતની વાત હોય ત્યાં જવું કઈ ખોટું નથી. હું 3 પેઢીથી કોંગ્રેસમાં છું. અને આ કાર્યક્રમમાં કોઈ પક્ષ વિરોધી વાત નથી કરી. રાષ્ટ્રહિતની વાતમાં જ મેં હાજરી આપી છે. મને હાલ સુધી કોઈએ કોઈ પણ પ્રકારનો પત્ર આપ્યો નથી. – સુરેશ પટેલ , પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ
ADVERTISEMENT
વિચારધારા વિરુદ્ધનું કામ કર્યું હોવાથી સસ્પેન્ડ કરાયાઃ કોંગ્રેસ
કોંગ્રેસએ ગાંધીની વિચારધારા સાથે ચાલે છે. જ્યારે RSS ગોડસેની વિચારધારા સાથે ચાલે છે. કોંગ્રેસની લડાઈ હંમેશાથી RSSની વિચારધારાથી વિરુદ્ધ રહી છે તેથી તેઓ સામે આ પગલાં ભરવામાં આવ્યા છે. કોઈ ધાર્મિક કાર્યક્રમ કે સત્સંગમાં જવું એ કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધ નથી પરંતુ RSSના કાર્યક્રમમાં જવુંએ વિચારધારાની વિરુદ્ધ જવું ગણી શકાય. – નિશાંત રાવલ, પ્રવકતા, કોંગ્રેસ
કોંગ્રેસની રાષ્ટ્ર વિરોધી માનસિકતા છતી થઇઃ ભાજપ
હું સુરેશભાઈને અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી. સંઘ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ સંગઠન નથી પરંતુ બધા જ રાજકીય પક્ષના કાર્યકરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. RSSના કાર્યક્રમમાં તેઓને અતિથિ વિશેષ પદે બોલાવ્યા એ સન્માનજનક બાબત છે પરંતુ કોંગ્રેસનું આ પગલું નિંદનીય છે અને તેઓની રાષ્ટ્ર વિરોધી માનસિકતા છતી થઇ ગઈ છે. સુરેશભાઈ સતત આવી કામગીરીમાં જોડાયેલા રહે તેવી અપેક્ષા – ડો. વિજય શાહ, પ્રમુખ, શહેર ભાજપા
ADVERTISEMENT
ADVERTISEMENT