Vadodara Boat Accident: વડોદરા દુર્ઘટના બાદ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા લોકોને ખાસ અપીલ
Vadodara Harni Lake Tragedy: રાજ્યમાં દરેક વખતની જેમ કોઈ દુર્ધટના ઘટયા પછી જ વહીવટી તંત્ર જાગે છે. એવી જ રીતે ફરી એકવાર વડોદરામાં બોટ દુર્ઘટના…
ADVERTISEMENT
Vadodara Harni Lake Tragedy: રાજ્યમાં દરેક વખતની જેમ કોઈ દુર્ધટના ઘટયા પછી જ વહીવટી તંત્ર જાગે છે. એવી જ રીતે ફરી એકવાર વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મહિસાગર જીલ્લા વહીવટી તંત્ર જાગ્યું છે અને એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લામાં આવેલા 9 બેટ વિસ્તારમાં વસતા લોકોને હોડી મારફતે સાવચેતીથી મુસાફરી કરવાની જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.
બેટ વિસ્તારમાં રહેતા લોકોને કલેક્ટરે કરી અપીલ
મહીસાગર જિલ્લામાં કડાણા તેમજ સંતરામપુર તાલુકામાં કુલ 9 બેટ વિસ્તાર આવેલા છે જેમાં આજે પણ લોકો હોડી મારફતે લોકો મુસાફરી કરે છે. જેને લઈ આજે જીલ્લા કલેકટરે બેટ વિસ્તારમાં વસતા લોકોને સલામત રીતે મુસાફરી કરવા અપીલ કરી છે. રાઠડા, નાની વરેઠ, મોટી વરઠ, રુનિયા, ચાંદરી, કાગરા ઠેગરા, ભાણા સિમલ, મોટી ક્યાર,ખેડાપા જેવા કુલ 9 બેટ વિસ્તાર છે જેમાં અવરજવર માટે માત્ર બોટ એક સહારો છે જેને લઇને કલેક્ટરે તાગ મેળવી છે. ડિઝાસ્ટર દ્વારા ટ્રેનીંગ તેમજ માહિતી માટે મીટીંગ કરવાના આયોજનની પણ વાત કરવામાં આવી છે.
વડોદરાનો શું છે સમગ્ર મામલો?
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ADVERTISEMENT
જોત-જોતામાં ડૂબી બોટ
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT