Vadodara: 'વોટ ન મળે એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતા', વડોદરા શહેર ભાજપ પ્રમુખનો સ્ટેજ પરથી બફાટ

ADVERTISEMENT

વડોદરા ભાજપ પ્રમુખની તસવીર
Vadodara BJP
social share
google news

Vadodara News: લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપના વધુ એક નેતાનું શરમજનક નિવેદન સામે આવ્યું છે. ભાજપના શહેર પ્રમુખે એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી કહી દીધું કે જે વિસ્તારમાં વોટ નથી મળતા ત્યાં કામ કરવાની જરૂર નથી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના વિવાદિત નિવેદનનો આ વીડિયો હાલમાં સામે આવ્યો છે. 

શહેર ભાજપ પ્રમુખનું વિવાદિત નિવેદન

શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કહ્યું કે, દરેક વખતે અમુક જ વિસ્તારમાંથી ભાજપને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું છું. અને દરેક વખતે અમુક બૂથમાંથી ભાજપને વોટ મળતા નથી અથવા ઓછા વોટ મળે છે. ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા પ્રતિનિધિઓએ પણ વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય, જે વિસ્તારમાંથી છેલ્લા 15 વર્ષથી મત મળતા નથી. 

ઘટના સમયે સાંસદ પણ સ્ટેજ પર હાજર હતા

નોંધનીય છે કે, ભાજપ શહેર પ્રમુખ સ્ટેજ પરથી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે સાંસદ હેમાંગ પટેલ પણ ત્યાં હાજર હતા. એક બાજુ ભાજપ દ્વારા 'સબકા સાથ, સબકા વિકાસ' નું સૂત્ર અપાય છે, બીજી બાજું શહેર પ્રમુખ જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પાર્ટી દ્વારા આવા શરમજનક નિવેદન મામલે શું પગલાં લેવાય છે.

ADVERTISEMENT

અગાઉ ભાજપ ઉપાધ્યક્ષના પતિએ કરી હતી વિવાદિત પોસ્ટ

જોકે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદથી પહેલા પણ ભાજપ નેતાના એક બાદ એક આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. આ પહેલા સુરત શહેરના ભાજપ ઉપાધ્યક્ષ તેજલબેન કાપડિયાના પતિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરીને UP અને રાજસ્થાનમાં ભાજપને ઓછા વોટ મળતા ત્યાંના લોકોનો બહિષ્કાર કરવાનું કહેવાયું હતું. તો વડોદરામાં ભાજપના હોદ્દેદાર દ્વારા યુસુફ પઠાણ TMCમાંથી સાંસદ બનતા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. 

(દિગ્વિજય પાઠક, વડોદરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT