ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજના ઉદ્ધાટનના 4 મહિનામાં તિરાડો પડી
વડોદરા: રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લાગ્યા છે. વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા 3.5 કિલોમીટરના બ્રિજમાં તિરાડો પડવાનો મામલો સામે આવ્યો છે. ખાસ વાત…
ADVERTISEMENT

વડોદરા: રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લાગ્યા છે. વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા 3.5 કિલોમીટરના બ્રિજમાં તિરાડો પડવાનો મામલો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બ્રિજનું ચાર મહિના પહેલા જ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જૂના પાદરા રોડ પાસે બ્રિજ પર તિરાડોમાંથી પોપડા ઉખડતા જોવા મળ્યા હતા. એવામાં અમદાવાદના હાટકેશ્વર બાદ વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
ડિસેમ્બર 2022માં બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું
વડોદરામાં તૈયાર ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3.5 કિલોમીટર લાંબો અટલ બ્રિજ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે બ્રિજના લોકાર્પણના દોઢ મહિના બાદ જ તેમાંથી ડામર ઉખડવા લાગ્યો હતો. બીજી તરફ હવે બ્રિજમાં તિરાડો પડવા લાગી છે. એવામાં આ બ્રિજની હાલત પણ હવે હાટકેશ્વર બ્રિજ જેવી થશે કે શું તે મામલે સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
બ્રિજનો એકબાજુનો રસ્તો કોન્ટ્રાક્ટરે બંધ કર્યો
હાલમાં આ બ્રિજનો એક બાજુનો રસ્તો કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધો છે. એવામાં વાહન ચાલકો એક જ બાજુનો રસ્તો ચાલુ હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે વડોદરામાં વિપક્ષના નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે હાટકેશ્વર બ્રિજની જેમ આ બ્રિજની પણ ચકાસણી થવી જોઈએ એવી માગણી કરી છે. સાથે બ્રિજ જોખમી હોય તો તેને ઉતારી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
મેયરે તપાસના આદેશ આપ્યા
બીજી તરફ બ્રિજમાં તિરાડ પડવાનો મામલો સામે આવતા જ વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડ એક્શનમાં આવી ગયા હતા. તેમણે તિરાડ મામલે અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે અને તેમની પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT