વડનગરમાં ડુપ્લીકેટ આધારકાર્ડનું કૌભાંડઃ ડમી સીમ કાર્ડ બનાવ્યા, ડબ્બા ટ્રેડર્સને બખ્ખા
મહેસાણાઃ વડનગરમાં બસ સ્ટેન્ડ નજીકથી મહેસાણા એસઓજીએ ઝડપેલા બે ગઠીયાઓની પુછપરછમાં ડમી આધારકાર્ડને આધારે ડમી સિમકાર્ડ ખરીદીને તે વધુ કિંમતે વેચવાના રેકેટનો પર્દાફાશ થયો હતો.…
ADVERTISEMENT
મહેસાણાઃ વડનગરમાં બસ સ્ટેન્ડ નજીકથી મહેસાણા એસઓજીએ ઝડપેલા બે ગઠીયાઓની પુછપરછમાં ડમી આધારકાર્ડને આધારે ડમી સિમકાર્ડ ખરીદીને તે વધુ કિંમતે વેચવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ડમી સિમકાર્ડ મોટેભાગે ડબ્બા ટ્રેડીંગ સહિતના ગુનાઓમાં ઉપ્યોગમા લેવાતા હોવાનું હાલના તબક્કે પોલીસ માની રહી છે.
કેવી રીતે ઝડપ્યું કૌભાંડ
મહેસાણા એસઓજી પીઆઈ એ.યુ.રોઝ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે હેકો.નરેશ માધુભાઈ અને સંજય ડાહ્યાભાઈને વડનગર સ્થિત નવિન બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં બે શખ્શો ડમી આધારકાર્ડ બનાવતા હોવાની અને તેને આધારે તેઓ અલગ અલગ કંપનીના સીમકાર્ડ ખરીદી વધુ કિંમતે વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે અહી વોંચ ગોઠવીને યુવરાજજી વિનુજી ઠાકોર રહે.ટેચાવા, ઠાકોરવાસ, તાવિજાપુર અને મૌલીકસિંહ દિલીપસિંહ રહે. સિપોર તા. વડનગરની ધરપકડ કરી પુછપર કરતા ચોંકાવનારી હકિકત ખુલી હતી. જેમાં મૌલીકસિંહ અન્ય વ્યક્તિઓના અસલ આધારકાર્ડના ફોટા મેળવી યુવરાજનો તેમા ફોટો અપલોડ કરીને ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી તેનો મોબાઈલથી સ્ક્રીન શોર્ટ લઈ તેની કલર ઝેરોક્ષપ્રીન્ટ કઢાવતો હતો અને તેને આધારે યુવરાજ ઠાકોર અલગ અલગ કંપનીના નવીન સીમકાર્ડખરીદી તે વધુ કિંમતે વેચાણ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ.
પચાસથી વધારે લોકોના આધારકાર્ડ મેળવી આચર્યો ગુનો
મહેસાણા એસઓજીએ ઝડપેલા બન્ને ગઠીયાઓ વિવિધ વિસ્તારોમાં ફરીને મિત્રતા કેળવીને પચાસથી વધારે લોકોના આધારકાર્ડ મેળવ્યા હતા. આ આધારકાર્ડમા આ બન્ને શખ્શોએ એપ્લિકેશન મારફતે પોતાના ફોટા અપલોડ કરીને ઝેરોક્ષ કરાવ્યા બાદ ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી સીમકાર્ડ ખરીદતા હતા અને આ સીમ કાર્ડ તેઓ અન્ય લોકોને ઊંચી કિંમતે વેચાણ કરતા કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે હાલના તબક્કે બજારમાં વેચાણ આપેલા સીમકાર્ડ કબ્જે કરવાની દિશામાં તપાસ લંબાવી છે.
ADVERTISEMENT
એફિલ ટાવરને બોમ્બથી ફૂંકી મારવાની મળી ધમકી, તમામ ટૂરિસ્ટ્સને કાઢ્યા
બન્ને મિત્રોએ છ મહિનાથી આચર્યું કૌભાડ,ડબ્બા ટ્રેડિગમા કાર્ડનો કરાયો ઉપયોગ
પોલીસના હાથે ઝડપાયેલા આ બન્ને યુવાનો વચ્ચે સારી એવી મિત્રતા હતા અને ટૂંકા રસ્તે પૈસા કમાવવાનો રસ્તો શોધતા હતા તે સમયે તેમને ડુપ્લીકેટ આધારકાર્ડ કાઢવાનો વિચાર આવ્યો હતો. આ બન્ને ગઠીયાઓ કહેવાય છે કે, છ મહિનાથી વધુ સમયથી આ કૌભાંડ આચરી રહ્યા હતા. ડમી આધારકાર્ડ અને ડમી સિમકાર્ડ પ્રકરણનો રેલો હાલમા ડબ્બા ટ્રેડરો સુધી પહોચયો છે ત્યારે આ કેસની તપાસ હાલમા વડનગર પોલીસને સોંપાઈ છે.
એક જ ફોટો અને નામ અલગ અલગ
ગુનાખોરીના શબ્દોમાં કહીએ તો આ બન્ને યુવાનોએ સ્માર્ટ ક્રાઈમ આચર્યું હતું. મહેસાણા એસઓજી પીઆઈ એ.યુ.રોઝ અને તેમની ટીમ બન્ને પાછળ એક મહિનાથી મહેનત કરી રહી હતી. આ શખ્શો એક ફોટાને આધારે ચાર આધારકાર્ડ બનાવતા હતા અને દરેકમાં અલગ અલગ નામનો ઉપ્યોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ બે ગઠીયાઓ પૈકી એકનો નંબર મળતા તેના સીડીઆરને આધારે કાઢાવેલા લોકેશનના આધારે બન્ને હાથમાં આવી ગયા હતા.
ADVERTISEMENT
બન્ને મિત્રોની ગુનાની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી
પોલીસના હાથે ઝડપાયેલા આ બન્ને શખ્શો પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમા ડમી આધારકાર્ડ બનાવવા અલગ-અલગ વેબસાઈટનો ઉપ્યોગ કરતા હતા. જેમાં મોબાઈલ નંબર-પાસવર્ડ નાખી તેમા લોગઈન થઈ મેન્યુઅલ આધાર એપ્શનમાં જઈ અલગ અલગ આધારકાર્ડ નંબર અને અલગ અલગ સરનામા નાખતા હતા અને જેમાં ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવતા આરોપી પોતાના ફોટા અપલોડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી મોબાઈલથી સ્ક્રીન શોર્ટ લઈ તેની અલગ અલગ જગ્યાએથી કલર ઝેરોક્ષપ્રિન્ટ કઢાવી તેને આધારે કાર્ડનો આઈડી પ્રુફ તરીકે ઉપ્યોગ કરી અલગ અલગ જગ્યાએથી સમય અંતરે અલગ અલગ કંપનીના નવિન સીમકાર્ડ ખરીદી આર્થિક ફાયદો મેળવતા હતા. આ બન્ને શખ્શો આધારકાર્ડને આધારે સીમકાર્ડ મેળવ્યા બાદ ડુપ્લીકેટ આધારકાર્ડનો નાશ કરી દેતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT