વડગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, ખંભાતમાં આખી કાર તણાઈ ગઈ, ગુજરાતમાં વરસાદથી ક્યાં કેવા હાલ?

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજે પણ અનેક તાલુકાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના પગલે રાજ્યના નદી-નાળા છલકાઈ ગયા હતા. અમરેલીમાં ખોડિયાર ડેમ ફરી વાર ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવા પડ્યા હતા. જ્યારે દહેગામમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. 

સવારે 6થી સાંજના 6 સુધીમાં ક્યાં કેવો વરસાદ?

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બનાસકાંઠાના વડગામમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યાના સમયગાળામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ બાદ ખેડાના નડિયાદમાં પણ 4 ઈંચ, અમરેલીના બગસરામાં 4 ઈંચ, ખેડાના મહુધામાં પોણા ચાર ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, અમીરગઢમાં 3.35 ઈંચ, મેઘરજમાં 3.31 ઈંચ, સાગબારામાં 3 ઈંચ, હિંમતનગરમાં 2.83 ઈંચ, કડાણામાં 2.76 ઈંચ, કલોલમાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો હતો.

બોટાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે મેઘો મુશળધાર. સાંજના સમયે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ગાજવીજ અને હરૂડાટ વીજળી સાથે વરસાદથી ઢસાગામના રોડ રસ્તાઓ પાણી-પાણી થયા હતા. ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તો રાણપુર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. રાણપુર તાલુકાના માલણપુર, બોડીયા, નાગનેશ, દેવળીયા, કિનારા, બરાનીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ પડવાને કારણે ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

ADVERTISEMENT

હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા

સાબરકાંઠામાં વરસાદથી હિંમતનગર શહેર સહિત નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયા હતી. હાઈવે પર 1 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 

ખંભાતમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ

બીજી તરફ આણંદના ખંભાત શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. મુસળધાર વરસાદથી બફારા વચ્ચે ઠંકપ પ્રસરી હતી. ખંભાતમાં 1 કલાકમાં બે ઈંચ વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સરદાર ટાવર પાસે રોડ પર ઊભેલી કાર વરસાદના પાણીમાં તણાવા લાગી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

અંબાજીમાં પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયા

બનાસકાંઠાના અંબાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાહન ચાલકોને પણ ભારે હેરાનીનો સામનો કરવો પડ્યો હતો. 

ADVERTISEMENT

દાહોદમાં પાનમ નદીમાં 6 લોકોનું રેસ્ક્યુ કરાયું 

દાહોદના ધાનપુરના કંજેટાની પાનમ નદીમાં 6 જેટલા લોકો ફાસયા હતા. ધાનપુર પોલીસ અને રેસ્ક્યૂ ટીમે તમામને બચાવીને બહાર કાઢ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT

    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    Gujarat floods: ગુજરાતમાં 'આફત' નો વરસાદ, 3 દિવસમાં 28 લોકોના મોત; 41,678 લોકોનું સ્થળાંતર

    RECOMMENDED
    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    RECOMMENDED
    લદાખમાં 5 નવા જિલ્લાનું એલાન, કેન્દ્ર સરકારે શા માટે આ નિર્ણય લીધો, સમજો

    લદાખમાં 5 નવા જિલ્લાનું એલાન, કેન્દ્ર સરકારે શા માટે આ નિર્ણય લીધો, સમજો

    RECOMMENDED
     પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    RECOMMENDED
    રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડયો, હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો

    રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડયો, હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ
    સાંસદ કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદનથી મોટો હોબાળો, વિવાદ વધતા BJP એ ખુલાસો આપવો પડ્યો

    સાંસદ કંગના રનૌતના ખેડૂતો પરના નિવેદનથી મોટો હોબાળો, વિવાદ વધતા BJP એ ખુલાસો આપવો પડ્યો

    RECOMMENDED
    NDAના સાથી પક્ષોનો અન્ય રાજ્યોમાં દબદબો બનાવવાનો પ્રયાસ, હવે ભાજપ શું કરશે?

    NDAના સાથી પક્ષોનો અન્ય રાજ્યોમાં દબદબો બનાવવાનો પ્રયાસ, હવે ભાજપ શું કરશે?

    RECOMMENDED
     Video: વડોદરામાં પૂરમાં ફસાયા ગુજ્જુ ક્રિકેટર, NDRFએ મહામહેનતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

    Video: વડોદરામાં પૂરમાં ફસાયા ગુજ્જુ ક્રિકેટર, NDRFએ મહામહેનતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

    RECOMMENDED