ઉત્તરાખંડ અકસ્માત: ભાવનગરના મીનાબેનની વહુનો પોંખવાની ઈચ્છા અધૂરી રહી, દિવાળી પછી દીકરાના લગ્ન હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલી/ભાવનગર: ઉત્તરાખંડમાં રવિવારે ભાવનગરના શ્રદ્ધાળુઓની બસનો ગંગોત્રી હાઈવે પર ચારધામથી પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં ગંગના નજીક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ખીણમાં પડી હતી. ઘટનામાં 7 ગુજરાતીઓના મોત થયા અને 28 લોકો ઈજાગ્રસ્ત થતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં ભાવનગરના મીનાબેન ઉપાધ્યાયનું પણ સ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થયા છે.

15 તારીખે ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા
ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય ચારધામની યાત્રાએ ગયા હતા. જ્યાં યાત્રા દરમિયાન બનેલી ઘટનામાં મીનાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન થયું છે, તેમના મૃત્યુના સમાચારને લઈને તેમના પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ છવાયો છે, તેમને સંતાનોમાં બે બાળકો છે. તેઓના મોટા દીકરાના દિવાળી બાદ લગ્ન હતા, દીકરાના વહુને જોવાની ઈચ્છા સાથે હરખભેર તેઓ યાત્રાએ ગયા જ્યાં આ દુઃખદ ઘટના બની. હાલ તેમના પુત્ર તેમના મૃતદેહને લેવા માટે ગતરાત્રિના જ ઉતરાખંડ જવા નીકળી ગયા છે.

બંને દીકરાઓ દેહરાદૂન માટે નીકળ્યા
મીનાબેનના પાડોશી અરવિંદભાઈ સોલંકીએ આ અંગે જણાવ્યું કે, તેઓ 15 તારીખે ચારધામની યાત્રાએ જવા નીકલ્યા હતા. ગઈકાલે ફોન આવ્યો કે બસ 150 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ છે. અકસ્માતમાં મીનાબેન બારી પાસે બેઠા હતા, જેથી ઉછળીને તેઓ પડી ગયા. દંપતિને 2 છોકરા છે અને નિધનની ખબર મળતા જ બંને દીકરા વિમાન મારફતે રાત્રે દહેરાદૂન જવા નીકળી ગયા હતા અને ત્યાંથી પ્રાઈવેટ વાહન મારફતે તેઓ ત્યાં પહોંચશે.

ADVERTISEMENT

6 મૃતકોને અંતિમ સંસ્કાર માટે વતન લવાશે
ઉત્તરાખંડ દુર્ઘટના માં મૃત્યુ પામેલા 7 લોકોને પોસ્ટમોર્ટમ માટે દહેરાદુન લઈ જવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના 7 મૃતકો માંથી 6 મૃતકોના પરિવારજનો લાશને પોતાના વતનમાં અંતિમ સંસ્કાર કરવા માટે લાવશે. જ્યારે મૃતક મીનાબેન ઉપાધ્યાયના દહેરાદુન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અન્ય 6ના મૃતદેહોને પોતાના વતન લાવવા માટે આજે સાંજના 6.55 કલાકે અંતિમ ફ્લાઇટ દ્વારા હવાઈ માર્ગે અમદાવાદ આવવા રવાના થશે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, અકસ્માતની આ ઘટનામાં ભાવનગરના પાલિતાણાના કરણજીત ભાટીના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. 29 વર્ષના કરણજીત 3 બાળકોના પિતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હતો. જોકે તેમના નિધનથી 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. કરણજીતના પરિજનો હાલ તેમનો મૃતદેહ લેવા માટે દેહરાદુન રવાના થઈ ગયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT