ઉત્તરાખંડ અકસ્માત: પાલિતાણાના 29 વર્ષના યુવકના નિધનથી પરિવાર શોકમાં, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિતિન ગોહીલ/ભાવનગર: ઉત્તરાખંડમાં રવિવારે ભાવનગરના 7 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ચારધામથી પરત ફરતી વખતે ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ગંગના નજીક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ખીણમાં પડી હતી. ઘટનામાં 28 લોકો ઈજાગ્રસ્ત થતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકમાં 29 વર્ષનો કરણજીત ભાટીપનો પણ સમાવેશ થાય છે.

ભાવનગરના પાલિતાણાના કરણજીત ભાટીના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. 29 વર્ષના કરણજીત 3 બાળકોના પિતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હતો. જોકે તેમના નિધનથી 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. કરણજીતના પરિજનો હાલ તેમનો મૃતદેહ લેવા માટે દેહરાદુન રવાના થઈ ગયા છે.

ADVERTISEMENT

7 મૃતકોની યાદી સામે આવી

1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા

ADVERTISEMENT

2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર

ADVERTISEMENT

3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા

4. દક્ષાબેન મહેતા રહે.મહુવા

5.ગણપતભાઈ મહેતા રહે.મહુવા

6.કરણ ભાટી. રહે.પાલિતાણા

7.રાજેશ મેર રહે. અલંગ

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન ફોન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT