ઉત્તરાખંડથી 6 મૃતકોના મૃતદેહ વતન લવાયા, ભાવનગરના કઠવા, પાદરી અને તરસરા ગામ રહ્યા સજ્જડ બંધ
નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર…
ADVERTISEMENT
નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. 7 માંથી 6 મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે મોડી રાત્રે લાવ્યા બાદ તેઓના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા અને સ્વજનો દ્વારા તેઓના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સ મારફતે પોતના વતન લાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, અને આખું ગામ હિબેકે ચડ્યું હતું.
ફ્લાઈટ અમદાવાદ ખાતે આવી ગયેલ છે
અમદાવાદ ખાતે પ્રથમ ફ્લાઈટ મોડીરાત્રે આવી પહોંચી હતી જેમાં કરણ ભાટી તથા અનિરુધ્ધ જોષીના સ્વજનોને રાત્રે 9:45 આસપાસએ પાર્થિવ શરીર સોંપવામાં આવ્યો હતો. જ્યારે બીજી ફ્લાઈટ અમદાવાદ 11:45 ખાતે મોડીરાત્રે આવી પહોંચી હતી જેમાં દક્ષાબેન મહેતા તથા ગણપતભાઇ મહેતા તા.મહુવા બંનેના પાર્થિવ શરીર સ્વજનોને રાત્રે પાર્થિવ શરીર સોંપવામાં આવ્યો હતો. તો ત્રીજી ફ્લાઈટ અમદાવાદ ખાતે 1:45 મોડીરાત્રે આવી પહોંચી હતી. જેમાં રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મર તા.તળાજા વાળાના બંનેના પાર્થિવ શરીર સ્વજનોને મોડીરાત્રે પાર્થિવ શરીર સોંપવામાં આવ્યું હતું અને તેમના સ્વજન અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફત તેઓના વતન ખાતે રવાના થયા હતા. વહેલી સવારે વતન ખાતે પહોંચ્યા હતા અને તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
3 ગામ સજ્જડ બંધ રહ્યા
તળાજા તાલુકાનાં તરસરા, પાદરી તેમજ કઠવા ગામના મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કઠવા ગામ ખાતે રહેતા રાજેશભાઈ મેરનું બસ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. રાજેશભાઇ મેરની પૂર્વ સરપંચ હોય તેમજ આ વિસ્તારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમની અંતિમયાત્રામાં કઠવા ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. કઠવા ગામ તેમજ પાદરી ગામ અને તરસરા ગામ સજ્જડ બંધ રહ્યું. રાજેશભાઈ મેનના સગા સંબંધીઓ દ્વારા સરકાર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મૃતદેહને લાવવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં, જેના કારણે સ્વખર્ચે તેઓ રાજેશભાઈના મૃતદેહને વતન લાવ્યા. ગ્રામજનોની એક જ માંગ છે કે સરકાર મૃતકોને વળતર આપે અને સહાય ચૂકવે. મૃતક રાજેશભાઇ મેરના પરિવારમાં 3 નાના ભૂલકાઓ પણ નોંધારા થયા છે.
ઉત્તરાખંડમાં ખીણમાં બસ ખાબકતા 7 લોકોનાં મોત થયા હતા
ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોને રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. યાત્રિકો જે બસમાં સવાર હતા તે બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકતા ભાવનગરના સાત લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજા પહોંચતા તેઓની ત્યાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અકસ્માતમાં મૃતકોના નામની યાદી
- અનિરુદ્ધ જોશી, તળાજા
- કરણ ભાટી, પાલિતાણા
- દક્ષાબેન મહેતા, મહુવા
- ગણપતભાઈ મહેતા, મહુવા
- રાજેશભાઈ મેર, તળાજા
- ગીગાભાઈ ભમ્મર, તળાજા
- મીનાબેન ઉપાધ્યાય, ભાવનગર
મીનાબહેનના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવાનો નિર્ણય
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકોના પાર્થિવદેહને પોતાનામાં વતનમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે મીનાબેન ઉપાધ્યાયના પરિવારજનોએ હરિદ્વારમાંજ અંતિમવિધિ કરવામાં આવી હતી.
કઈ રીતે સર્જાયો હતો અકસ્માત?
15મી ઓગસ્ટે ભાવનગરથી યાત્રિકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રિકો રવિવારે ગંગોત્રીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગોત્રી નેશનલ હાઈવે પર બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને ઝાડમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 28 લોકોને ઈજાઓ પહોંચતા તેઓની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT