US illegal immigration: કબૂતરબાજી કૌભાંડમાં મહેસાણાના 2 એજન્ટ ઝડપાયા, પટેલ યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

US Illegal immigration: તાજેતરમાં ફ્રાન્સમાંથી પકડાયેલા કબૂતરબાજીના ષડયંત્રમાં CID ક્રાઈમને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસમાં મહેસાણાના 2 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ નામના આ એજન્ટે યુવકને અમેરિકા મોકલવા માટે 10 લાખ રૂપિયા લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

55 લાખમાં યુવકે કરી હતી ડીલ

વિગતો મુજબ, મેશ્વ પટેલ નામનો યુવક મહેસાણાના ફાલ્ગુની રાવલ અને પુષ્પક રાવલના સંપર્કમાં આવ્યો હતો. તેણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પહોંચવા માટે 55 લાખ રૂપિયામાં ડીલ કરી હતી અને આ માટે 10 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. એજન્ટે 3 મહિના પહેલા મેશ્વ પટેલને દુબઈ મોકલીને ત્યાં રોક્યો હતો. જોકે આ બાદ તેને દુબઈથી અમેરિકા મોકલવામાં આવ્યો નહોતો. ફ્રાન્સથી વિમાન પકડાયા બાદ મેશ્વ પટેલ પરત આવ્યો હતો.

14 એજન્ટો સામે નોંધાયો ગુનો

નોંધનીય છે કે, કબૂતરબાજીના કેસમાં અત્યાર સુધીમાં 14 જેટલા એજન્ટના નામો ખૂલી ચૂક્યા છે. જેમાં દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના એજન્ટો વિરુદ્ધ ગુનો CID ક્રાઈમે નોંધ્યો છે. તો ફ્લાઈટમાં જઈ રહેલા ગુજરાતી મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી છે.

ADVERTISEMENT

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં દુબઈથી નિકારાગુઆ ટાપુ પર પ્રાઈવેટ ફ્લાઈટ જઈ રહી હતી. જેમાં 300 જેટલા લોકો સવાર હતા. ફ્રાન્સમાં આ ફ્લાઈટ ફ્લુઅલ પુરાવા ઊભી રહેતા ફ્રાંસ પોલીસે કબૂતરબાજીની શંકાએ પ્લેનને રોક્યું હતું અને પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ મુસાફરોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સામે આવ્યા બાદ CID ક્રાઈમે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ફ્લાઈટમાં 66 જેટલા ગુજરાતીઓ હતા.

    follow whatsapp

    ADVERTISEMENT