હિન્દુ વિરોધી માનસિકતાવાળા અર્બન નક્સલીઓને ગુજરાતમાં ઘુસવા નથી દેવાના

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: શહેરમાં સતત વધી રહેલી વસતીને ધ્યાને રાખીને વધારે એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ અનેક મુદ્દાઓ પર મહત્વના નિવેદનો આપ્યા હતા. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ઝાટકણી કાઢતા કહ્યું કે, તેની પાર્ટીમાં આ બેલ મુજે માર જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.

હિંદુ વિરોધી માનસકિતાના લોકોને ગુજરાતીઓ ઓળખી ગયા છે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના અલગ અલગ વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનો વધારે એક વીડિયો મંદિરોમાં અને કથાઓમાં ન જવા માટે લોકોને અપીલ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેની સામે હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમયે ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર જ શાબ્દિક પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, એક તરફ રાજ્ય સરકાર ગુજરાતના સૌનાગરિકોને ગણપતિનો ઉત્સવ સારી રીતે ઉજવી શકે, નવરાત્રીમાં મોડી રાત સુધી પરિવારો નિર્ભય રીતે ગરબે રમી શકે તેવી વ્યવસ્થા કરી છે.

મંદિર-સંતો વિશે એલફેલ બોલતા લોકોની માનસિકતા કેટલી હદે ખરાબ હશે
સંઘવીએ જણાવ્યું કે, એક પાર્ટીના નેતા માતા બહેનોને એવું કહી રહ્યા છે કે, કથામાં મંદિરોમાં ન જતા ત્યાં તમારૂ શોષણ થાય છે. આવા નિવેદનો બોલનારા નેતાની માનસિકતા તમે જાણી જ શકો છો. આવા લોકોએ હવે જવાબ આપવાનો સમય પાકી ચુક્યો છે. શું આપણા મંદિરોમાં શોષણ થાય છે કથાઓમાં શોષણ થાય છે? આવી ઘટના તમારી સામે આવી છે? આ કથાઓ આપણા બાળકોનું ભવિષ્ય પણ બનાવે છે. આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.

ADVERTISEMENT

ધર્મ આસ્થા વિરોધી માનસિકતા ધરાવતા અર્બન નક્સલ છે
આ આપણી માન્યતાઓ છે આપણા વિચારો, માન્યતાઓ, ધર્મ, આસ્થાને નુકસાન પહોંચાડેતેવા લોકોને આપણે પ્રવેશવા ન દેવા જોઇએ. અર્બન નક્સલીઓની ટોળકી ષડયંત્ર કરીને આપણી પાછળ પડી છે. આપણે સમજદારી પુર્વક આવા લોકોથી દુર રહેવાનું છે. ગુજરાતીઓ સમજદાર છે તેમ છતા પણ ચેતવણી આપવી જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયાના બે દિવસથી વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં હિન્દુ ધર્મ અને વડાપ્રધાન મોદી વિશે મનફાવે તેવા નિવેદનો આપી રહ્યો છે. તેના કારણે હાલ સમગ્ર આમ આદમી પાર્ટી અસહજ સ્થિતિમાં આવી ગઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT