અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડુતોની માઠી બેઠી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે બનાસકાંઠા વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળી રહી છે. અંબાજીમાં આજે મોડી સાંજે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બનાસકાંઠાના ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું
અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો માથે ઉપાધિના વાદળો ફાટ્યા છે. જિલ્લામાં સવારથી ગોરંભાયેલા વાદળો વચ્ચે સાંજના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદના પગલે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેતીને ભારે નુકશાનની ભીતિ હોવાથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ખેડા જિલ્લામાં પણ બરફના કરાનો વરસાદ થયો હતો. મહેમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં બરફ વરસ્યો હતો. સમી સાંજે વરસાદી વાતાવરણ બાદ કરા પડતા મહેમદાવાદ સહિતના વિસ્તારના લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું.

ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે ઝાપટું પડયા બાદ સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ધરમપુરના આંતરિયાળ વિસ્તાર એવા વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં માવઠાને પગલે ખેડુતોની સ્થિતિ કફોડી થઇ છે.

ADVERTISEMENT

ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે
સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ વીજળીના કડાકા સાથે માવડું પડ્યું હતી. વડાલી ઇડર વિસ્તારમાં બરફના કરા પડતા હાડ થીજવતી ઠંડી અનુભવાઇ હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આજે વરસાદ પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતું થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT