Unseasonal Rain : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભરઉનાળે અષાઢી માહોલ, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ

ADVERTISEMENT

Unseasonal Rains In Gujarat
ભરઉનાળે ગુજરાતમાં અહીં વરસ્યો ધોધમાર વરસાદ
social share
google news

Unseasonal Rains In Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી પડી છે. સતત ધગતા ગોળાની જેમ પડતા તડકા વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે ભારે માવઠું પડ્યું છે. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

મોરબીમાં પડ્યો કમોસમી વરસાદ

ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદની વાત કરીએ તો મોરબીમાં અસહ્ય બફારા અને ગરમી વચ્ચે કમોસમી ઝાપટું પડ્યું છે. મોરબીના સોઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. મોરબી ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. 

કચ્છના અંજારમાં રસ્તા પર ભરાયા પાણી

કચ્છના અંજારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં એક ઝાંપટાથી જ પાણી ભરાઈ ગયા છે. અંજારમાં ગાજવીજ સાથે વરસાદ થતાં અન્નદાતાઓ ચિંતામાં મુકાયા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ધારી ગીર પંથકમાં સતત બીજા દિવસે વરસાદ

આ ઉપરાંત ધારી ગીર પંથકના ગામડાઓમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. ધારીના દલખાણીયા, પાણીયા, મીઠાપુર, આંબાગાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ સતત બીજા દિવસ ગીરના ગામડાઓને કમોસમી વરસાદ પડતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાય રહી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT