જૂનાગઢ-અમરેલીમાં કમોસમી વરસાદ, ભારત-પાક મેચ અને નવરાત્રી પણ બગાડશે?
અમદાવાદ : જૂનાગઢના ગીરનાર પર્વત પર અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. નવરાત્રિના બે દિવસ…
ADVERTISEMENT
અમદાવાદ : જૂનાગઢના ગીરનાર પર્વત પર અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. નવરાત્રિના બે દિવસ પહેલા વરસાદ આવ્યો છે. જેના કારણે ફરી એકવાર ગરબા ચાહકો અને ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 14-15 તારીખે સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા
બીજી તરફ જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અમરેલીના બગસરા અને કુંકાવાવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. જો કે મગફળી અને કપાસની સિઝન હોવાને કારણે નુકસાન થવાની શક્યતા છે. બગસરા ગ્રામ્ય બાદ કુકાવાવમાં પણ વરસાદ પડ્યો હતો.
ભારે બફારાના કારણે વરસાદી ઠંડકનો અહેસાસ
જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુરમાં ભારે પવન અને વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં અને નાગરિકો આશ્ચર્યમાં મુકાયા હતા. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ પર વરસાદી માહોલ છવાયો હતો. અમરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જો કે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
ADVERTISEMENT
નવરાત્રીમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતા
નવરાત્રીને પગલે ખેલૈયાઓમાં અનેતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત હવામાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરાયું છે. પ્રથમ નોરતામાં અને દશેરાના દિવસે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
મેચ અને નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છુટાછવાના વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. નવરાત્રીના બીજા દિવસે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT