ફરી પડશે માવઠુંઃ ગુજરાતમાં હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત

ADVERTISEMENT

 Gujarat Weather Update
ચૈત્રમાં જામશે અષાઢી માહોલ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હવામાન વિભાગે 3 દિવસ વરસાદની કરી આગાહી

point

વીજળીના કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ

point

ચૈત્ર મહિનામાં અષાઢી માહિલ જામે તેવી શક્યતા

Gujarat Weather Update: ગુજરાત એક તરફ ધોમધખતા તાપમાં શેકાઈ રહ્યું છે, તો બીજી તરફ ગઈકાલે અચાનક જ દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સુમારે ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના પગલે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી સળંગ ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. આમ ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામે તેવી શક્યતા છે. 

જાણો ક્યા વિસ્તારમાં પડી શકે છે માવઠું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી આવતીકાલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિત ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે. તો 14 એપ્રિલે કચ્છ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચોઃ Lok Sabha Election 2024: શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ, કોંગ્રેસે વીડિયો પૂરાવા રજૂ કરી કાર્યવાહીની કરી માંગ

અન્નદાતાઓ ચિંતામાં મુકાયા

તો 15મી એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને કચ્છમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે અન્નદાતાઓ ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને કેરી સહિતનો બાગાયતી પાક લેનારા ખેડૂતો વધુ બેબાકળા બન્યા છે. 

ADVERTISEMENT

રાજ્યનું તાપમાન ઘટ્યું 

આપને જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનું તાપમાન ઘટ્યું છે. દાહોગ અને ઝાલોદ પંથકમાં કરા સાથે વરસાદ પડતા ધરતકીપુત્રોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. માર્કેટિંગયાર્ડોમાં પણ વેપારીમાં પણ દોડાદોડી થઈ ગઈ હતી. 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT