અમદાવાદમાં દુકાનમાંથી માલિકની નજર સામે જ 12 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી ગઠિયો ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. શહેરના નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના અને રોકડા ભરેલી બેગને લૂંટીને અજાણ્યા બાઈક સવારો ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. જેને લઈને જ્વેલરે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તેમની તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ શહેરના નરોડા ખાતે આવેલા વ્યાસવાડીની બાજુમાં ખોડીયાર જ્વેલર્સના માલિક ગઈકાલે સોમવારે રાત્રે દુકાનમાં હતા. દુકાન બંધ કરવાનો સમય થયો હોવાથી તેઓ બેગમાં રોકડ તથા દાગીના ભરીને રાખ્યા હતા અને તેને કાઉન્ટર પર મૂકી હતી. તેઓ દુકાનમાંથી બહાર નીકળે તે પહેલા જ ગ્રાહકના સ્વાંગમાં ગઠિયાએ માલિક પાશે કોઈ વસ્તુ માગી હતી. જોકે માલિકે અત્યારે વસ્તી થઈ ગઈ હોવાનું કહીને કાલે આવવા માટે કહેતા જ ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો હતો.

આ બાદ જ્વેલરે તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાઈક પર અગાઉથી બેઠેલા બે અન્ય યુવકોની પાછળ બેસીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ બેગમાં રોકડ રકમ તથા 12 લાખ રૂપિયાની કિંમતના દાગીના હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં પોલીસે જ્વેલરની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા બાઈક સવારોની તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT