અનોખી પહેલ: હવે સોમનાથ દર્શન કરીને હેલિકોપ્ટર દ્વારા સીધા દીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર્યટકો માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. દીવમાં પ્રવાસીઓને વધારે આકર્ષવા માટે તંત્ર દ્વારા પણ અનેક અવનવા આયોજનો કરવામાં આવતા રહે છે. ઉપરાંત સુવિધાઓ પણ આપવામાં આવતી રહે છે. તેવામાં પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે વધારે એક શરૂઆત કરવામાં આવી છે. જેમાં દીવથી સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રજાસત્તાક પર્વ સૌરાષ્ટ્ર-દીવના નાગરિકોને ફળ્યું
પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્ર અને દીવના નાગરિકોને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. આજે પહેલી ટ્રીપ ઉપડી તેમાં દીવના કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આ અનોખી પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઇ સેવાની ભેટ આપવામાં આવી છે.

સોમનાથ અને દીવના નાગરિકોએ હરખભેર હેલિકોપ્ટરને વધાવ્યું
દીવ-સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થતા નાગરિકોમાં પણ ભારે ખુશી છે. જ્યારે હેલિકોપ્ટર દીવથી ઉપડ્યું ત્યારે અને સોમનાથ પહોંચ્યું ત્યારે મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ હેલિકોપ્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે હેલિકોપ્ટરની ટિકિટ અંગે હજી સુધી કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.

ADVERTISEMENT

અઠવાડીયાના 3 દિવસ આ સેવાનું સંચાલન કરવામાં આવશે
અઠવાડીયાના 3 દિવસઆ હેલિકોપ્ટર સેવા પ્રાથમિક તબક્કે ચલાવવામાં આવશે. ત્યાર બાદ જો વધારે ટ્રાફીક મળે તો રોજિંદી રીતે સેવા શરૂ કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીવથી દમણ વચ્ચે હાલ હેલિકોપ્ટર સેવા ચાલી રહી છે. તેમાં વધારો કરીને દીવથી સોમનાથ સેવાનો પણ પ્રારંભ કરાવાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT