Uber-Rapido ને અમદાવાદ RTOએ ફટકારી નોટિસઃ રિક્ષા ચાલકોની Rapido બાઈક બંધ કરવા માગ
અમદાવાદઃ અમદાવાદમાં ચાલી રહેલા ટુ વહિલરના ઓનલાઈન બુકીંગને લગતી રેપીડોને લઈને રિક્ષા ચાલકો દ્વારા આ પ્રકારના બાઈક બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. તો…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં ચાલી રહેલા ટુ વહિલરના ઓનલાઈન બુકીંગને લગતી રેપીડોને લઈને રિક્ષા ચાલકો દ્વારા આ પ્રકારના બાઈક બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ઓનલાઈન ટેક્સી અને રિક્ષા પણ ચાલે છે. દરમિયાનમાં ખાનગી ઉબર અને રેપિડોને અમદાવાદ આરીટીઓએ નોટિસ પણ આપી છે. જેમાં નિયમથી વિરુદ્ધ ચાલી રહેલા વાહનોને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. હેતુ પ્રમાણે રજીસ્ટર થયેલા વાહનનો તે જ હેતુ માટે ઉપયોગ થવો જોઈએ. લોકોએ અધિકૃત કરેલા વાહનમાં મુસાફરી કરવી જોઈએ અને અનઅધિકૃત વાહનોમાં મુસાફરી કરે અને કોઈ દૂર્ઘટના થાય છે તો તેનો ઈન્શયોરન્સ પણ મળતો નથી.
રિક્ષા ચાલકો માટે નિયમો, એપ્સના વાહનો માટે કેમ નહીં?
અમદાવાદમાં ઉબર, રેપિડો, ઓલા, જુગનુ વગેરે જેવી ઓનલાઈન એપ્સના માધ્યમથી પેસેન્જરને મુસાફરી કરાવનારી વેબસાઈટ્સ અને એપ્સ પર ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે માગ કરી હતી કે, આ પ્રકારની એપ્સમાં સફેદ નંબર પ્લેટમાં ચાલતા ટુ વહીલર્સને પ્રતિબંધ જાહેર કરી કાયમી ધોરણે બંધ કરવા જોઈએ. કારણ કે નીતિ નિયમો દરેક માટે સરખા હોવા જોઈએ. ગરીબ ઓટો રિક્ષા ચાલક સાથે આમ ભેદભાવ કેમ કરવો કારણ કે આમાં અમારી રોજી રોટી છીનવાઈ રહી છે. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે.
સરહદ પાર કરી વધુ એક ‘સીમા’ આવી ભારત, પ્રેમીએ આપ્યો દગો
તેમણે રજૂઆત કરી હતી કે, એગ્રિકેટરના નિયમોમાં માત્ર કોમર્શિયલ વાહનોને જ મંજુરી આપવામાં આવે, પ્રાઈવેટ વાહનોને નહીં. હાલ આવી કંપનીઓમાં ચાલતા પ્રાઈવેટ વાહનોને તત્કાલ ધોરણે જપ્ત કરી દંડીત કરવામાં આવે. કોમર્શિયલ વાહનમાં પીળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. અમારે પીળી નંબર પ્લેટ હોય છે. અમે શા માટે વર્ષે 15000 રૂપિયા આરટીઓને આપીએ. આ તરફ ઓનલાઈન એપ્લીકેશનમાં આરટીઓના નિયમો અનુસાર વાહનો ચાલતા નથી. જેથી તેને બંધ કરવા જોઈએ.
ADVERTISEMENT
હવે આ મામલાને લઈને અમદાવાદ આરટીઓ દ્વારા ઉબર, રેપીડોને નોટિસ ફટકારવામાં આવી છે અને નિયમ વિરુદ્ધ ચાલતા વાહનો બંધ કરવાનું સૂચન કર્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT