સુરતમાં એક જ દિવસમાં બે યુવકોને આવ્યો હાર્ટ એટેક, બંનેના મોતમાં જામનગરના ડો. ગાંધી જેવી સમાનતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોથી સૌ કોઈ ચિંતામાં મૂકાયા છે. તાજેતરમાં જ જામનગરમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર ગૌરવ ગાંધીનું ઊંઘમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારે હવે ફરી એકવાર સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બે મૃતકોમાંથી એક 18 વર્ષનો યુવક છે. ત્યારે આટલી નાની ઉંમરમાં યુવકને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં છે.

18 વર્ષના યુવકને ઊંઘમાં શ્વાસની તકલીફ થઈ
સુરતના ખોડિયાનગરમાં રહેતા કમલેશ નામના 18 વર્ષના યુવકને સવારે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આથી પરિવારજનો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. કમલેશ મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. પરિવારજનો મુજબ કમલેશને કોઈ બીમારી નહોતી. એવામાં અચાનક હાર્ટ એટેકથી તેનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

45 વર્ષના વ્યક્તિને પણ ઊંઘમાં એટેક આવ્યો
તો બીજી તરફ ખોડિયાર નગરમાં જ રહેતા 45 વર્ષના નઝીફ ખાનનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. નઝીફભાઈને સાંજથી છાતીમાં દુઃખાવો થઈ રહ્યો હતો. આ બાદ રાત્રે તેઓ ઊંઘી ગયા અને સવાર જાગ્યા જ નહીં. જેથી પરિવારજનો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નફીઝભાઈને પણ કોઈ પ્રકારની બીમારી નહોતી.

ADVERTISEMENT

અચાનક નાની ઉંમરમાં યુવાઓમાં હાર્ટ એટેકના વધતા બનાવોએ ચિંતા જગાવી છે. છેલ્લા 3 મહિનામાં જ રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં આ પ્રકારે હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં રમતા રમતા યુવાનો ઢળી પડે છે, ત્યારે ક્યારેય લગ્ન પ્રસંગમાં નાચતા કે જમતા સમયે પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા બની રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT