તુર્કી અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 ગુજરાતીઓની તસવીર સામે આવી, પોરબંદરનો જયેશ 8 મહિના પહેલા ગયો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

તુર્કી: તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતી આશાસ્પદ યુવાઓના મોત થયા છે. મૃતકોમાં બે યુવકો પોરબંદરના છે, જ્યારે બે યુવતીઓમાંથી એક વડોદરા અને એક પાલનપુરની છે. તુર્કીશ મીડિયાના રિપોર્ટ મુજબ, અકસ્માતની આ ઘટના ક્લેપિની ગામ નજીક કાઈરેનિઆ અને કાઈથ્રેઆ હાઈવે પર વહેલી સવારે 3.40 વાગ્યે બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેની લેનમાં આવી ગઈ હતી અને અન્ય કાર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર ગુજરાતીઓના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તુર્કીમાં અકસ્માતમાં પોરબંદરના બે યુવાનોના મોત
તુર્કીમાં ભયંકર કાર અકસ્માતમા પોરબંદરના સોઢાણાના પ્રતાપ ભુરાભાઇ કારાવદરા અને રાણાકંડોરણાના જયેશ કેશુભાઇ આગઠ નામના બે યુવાનોના મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રતાપ કારવાદરા નામનો યુવાન છેલ્લા 8 વષથી તુર્કીમાં સ્થાયી થયો હતો. જયારે જયેશ આગઠ નામનો યુવાન આઠ માસ પૂર્વે કામ અર્થે ગયો હતો. તુર્કીમાં પોરબંદર જીલ્લાના મહેર સમાજના બે યુવાનોના મોત થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

પ્રતાપભાઈ 8 વર્ષથી તુર્કીમાં સ્થાયી હતા
પોરબંદરના રાણાકંડોરણા ગામે રહેતા જયેશ કેશુભાઇ આગઠ(ઉ.વ 21) નામના યુવાન આઠ માસ પહેલા વ્યવસાયે ગયા હતા અને હોટલમાં કામ કરતો હતો. જયેશ આગઢની માતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. હાલ પરિવારમાં તેમના પિતા છે જે કંદોઈનું કામ કરે છે અને તેનાથી નાનો ભાઇ પણ છે, આ બનાવને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો મૃતક પ્રતાપભાઇ છેલ્લા આઠ વર્ષથી તુર્કીમાં સ્થાયી હતા અને એક હોટલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. તેમના પરિવારમા માતા-પિતા અને પત્ની અને આઠ વર્ષનો બાળક છે. એક બહેન પ્રતાપભાઈ સાથે તુર્કી હોવાનું, એક બહેન પોરબંદર સાસરે હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ બનાવને લઇ બરડા પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

ADVERTISEMENT

બનાસકાંઠાની બે યુવતીઓના પણ મોત
તો અન્ય બે મૃતક યુવતીઓમાંથી એક અંજલી મકવાણા વડગામના ભોગરડીયા ગામની હતી અને તથા પૃષ્ટી પાઠકનો સમાવેશ થાય છે. અંજલી તુર્કીમાં એક વર્ષથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી હતી. અને 3 જુલાઈએ રજા હોવાથી ગુજરાતી મિત્રો સાથે કારમાં ફરવા માટે નીકળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT