સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની અડફેટે બે આશાસ્પદ યુવકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surendranagar News: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઘણીવાર આ કારણે જીવલેણ અકસ્માત થાય છે અને વાહન ચાલકો અને રાહદારીઓએ જીવ ગુમાવવા પડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં રખડતા ઢોરની અડફેટે 2 યુવકોના મોત થયાની ખબર સામે આવી રહી છે.

રખડતા ઢોરે અડફેટે લેતા યુવકો ઈજાગ્રસ્ત થયા હતા

સુરેન્દ્રનગરના વડગામ નજીક રખડતા ઢોરે બે યુવકોને અડફેટે લીધા હતા જેમાં ઈજાગ્રસ્ત થઈ જતા યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકોનું મોત નિપજ્યું હતું. ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. યુવકોના મોતથી પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. તો ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય પી.કે પરમાર પણ હોસ્પિટલ દોડી ગયા હતા.

નોંધનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. જેને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને આ મામલે કડક પગલાં ભરવા માટે આદેશ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ અંગે પ્લાન ઓફ એક્શન રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, રખડતા ઢોર મૂકનારની સામે ભારતીય દંડ સહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે મુજબ કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે. વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ પક્ષણ આપવામાં આવશે.

ADVERTISEMENT

(ઈનપુટ: સાજિદ બેલિમ, સુરેન્દ્રનગર)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT