બે નાની દિકરીઓ રખડતા ઢોરના કારણે અનાથ બની, સરકાર વિકાસ ગણાવવામાં વ્યસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : AMC અને ગુજરાત સરકારની બેદરકારીનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઇક ચાલક યુવકને ઢોરે અડફેટે લીધો હતો. જેના કારણે રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાવિન પટેલને બ્રેઇનમાં મલ્ટિપલ હેમરેજ થવાનાં કારણે તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે પરિવારમાં હાલ આ મુદ્દે ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. એએમસીની ઘોર બેદરકારીના કારણે ભાવનિ પટેલના પરિવારના પગતળેથી જમીન ખસી ગઇ હતી.

બહેનનું હૈયાફાટ રૂદન
આ અંગે મૃતક ભાવિન પટેલના બહેને પથ્થર પણ ઓગળી જાય તેવું રૂદન કર્યું હતું. મારા ભાઇનો ગાય અથડાવાને કારણે અકસ્માત સર્જાયો હતો. સરકારને કહો કે આ ગાયને કહો કે ગાયને અહીંથી કાઢે અને રબારીઓને કહો કે અહીંથી નીકળી જાય. તેના કરતા કોર્પોરેશનને કહો કે ગાયોને અહીંથી કાઢે. અહીં ગાઇઓ જોઇતી જ નથી. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નહી પડતી હોય કે ગાયોના કારણે આટલા બધા લોકોનાં મોત નિપજ્યાં છે. હું કોર્પોરેશન સામે કેસ કરવા માંગુ છું. 38 વર્ષનો મારા ભાઇનું અવસાન થયું છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, તેનું ભરણપોષણ કોણ કરશે.

સરકારને માત્ર રાજનીતિ કરવા સિવાય કોઇ કામ નથી
મારા ભાઇને બે નાની દિકરીઓ છે. હવે તેનું કોણ? સરકાર આટલી નિર્દયી કેમ હોઇ શકે. આટલા લોકોનાં મોત થવા છતા સરકાર માત્ર રાજનીતિ કરી રહી છે. સરકાર મત માટે હજી પણ કેટલા લોકોનો ભોગ લેશે. નાગરિકોનાં લોહી રેડાઇ રહ્યા છે પરંતુ સરકારને પોતાની રાજનીતિમાંથી ઉંચી નથી આવી રહી. રખડતા ઢોર ઓછા કરવા કે નિયંત્રણ લાવવાના બદલે આ લોકો માત્ર પોતાના રાજનીતિક રોટલાઓ શેકી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT