Jamnagar ના લાલપુરમાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું, ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર
જામનગરમાં બે વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું ઘટનાની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ત્યાં પહોંચ્યું 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ…
ADVERTISEMENT
- જામનગરમાં બે વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું
- ઘટનાની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ ત્યાં પહોંચ્યું
- 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે
Two year old Girl Falls Into Borewell: જામનગર જિલ્લામાં વધુ એક બાળકનો બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીમાં બે વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી જતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી મુજબ આ બોર 10 ફૂટ જેટલો ઊંડો છે.
આ મોતનો ખેલ કેટલોક ખેલાશે ?
દર વર્ષે, સમગ્ર દેશમાંથી બાળકોના બોરવેલમાં પડી જવાના ઘણા કિસ્સાઓ નોંધાય છે, જેમાંથી મોટાભાગના બોરવેલની અંદર જ ગૂંગળામણને કારણે મૃત્યુ પામે છે. સૃષ્ટિ હોય કે તન્મય, આ બાળકોના મોતથી વહીવટીતંત્રથી લઈને પરિવારના સભ્યો સુધી અનેક સવાલો ઉભા થાય છે. સવાલ એ છે કે, દેશમાં વારંવાર આવા બનાવો બનતા હોવા છતાં ક્યાં સુધી બોરવેલ કે ટ્યુબવેલના ખાડા ખુલ્લા રાખવામાં આવશે અને નિર્દોષ લોકો તેમાં પડીને મૃત્યુ પામતા રહેશે. આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવન સાથે આ પ્રકારનો ખેલ ચાલશે?
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટે 2010માં ખેતરોમાં ખુલ્લામાં પડેલા બોરવેલમાં મૃત્યુના મામલાઓની નોંધ લેતા નિર્દેશ જારી કર્યા હતા. આમ છતાં બોરવેલમાં પડી જવાથી મૃત્યુના કિસ્સાઓ ઓછા થઈ શક્યા નથી. NCRBના અહેવાલો અનુસાર, ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 લોકોના મોત થયા છે.
સુપ્રીમ કોર્ટે જારી કર્યા આ નિર્દેશો
જમીન માલિકે બોરવેલ ખોદવાના 15 દિવસ પહેલા ડીસી અથવા સરપંચને જાણ કરવાની રહેશે.
અધિકારીઓની દેખરેખ હેઠળ બોરવેલ ખોદવો જોઈએ.
બોરવેલ ખોદતી વખતે માહિતી બોર્ડ લગાવવાનું રહેશે.
બોરવેલની આસપાસ કાંટાળા તારની વાડ બનાવવી પડશે.
ચારે બાજુ કોંક્રીટની દિવાલ બનાવવી પડશે.
ડીસી શહેરી વિસ્તારોમાં માર્ગદર્શિકા અને ગ્રામીણ વિસ્તારોમાં સરપંચ અથવા સંબંધિત વિભાગને અનુસરવા માટે જવાબદાર રહેશે.
બોરવેલ અથવા કૂવાને ઢાંકવા માટે મજબૂત સ્ટીલનું ઢાંકણું લગાવવું પડશે.
બોરવેલનું કામ પૂર્ણ થયા બાદ આસપાસના ખાડાઓને સંપૂર્ણપણે ભરવા જરૂરી બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT