કેશોદ: વાડીમાં પૂર આવતા જીવ બચાવવા બે યુવકો 8 કલાક થાંભલા પર લટકી રહ્યા, હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું
જૂનાગઢ: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અઠવાડિયા પહેલા ગુજરાત પહોંચેલું ચોમાસાથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 200 તાલુકાઓમાં…
ADVERTISEMENT
જૂનાગઢ: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અઠવાડિયા પહેલા ગુજરાત પહોંચેલું ચોમાસાથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 200 તાલુકાઓમાં 1થી 8 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ નદી-નાળા છલકાઈ ગયા છે. ઓજસ ડેમમાંથી પાણી છોડાતા સમગ્ર ઘેડ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. કેશોદના સુત્રેજ ગામમાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા બે લોકોએ વીજ થાંભલા પર 8 કલાક સુધી રહીને જીવ બચાવ્યો હતો.
વાડીનું રખોપું કરવા ગયા અને અચાનક પાણી આવ્યું
કેશોદમાં આવેલા સુત્રેજ ગામમાં પોલાભાઈ માવદિયા અને સામરાભાઈ લકડકા રાત્રે વાડીનું રખોપું કરવા માટે ગયા હતા. એવામાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા બંને જીવ બચાવવા માટે વીજળીના થાંભલા પર લટકી ગયા હતા અને 8 કલાક સુધી ત્યાં જ બેસી રહ્યા. દરમિયાન તેમણે લીધેલી સેલ્ફી ગામ લોકોને શેર કરી હતી. જે બાદ ગામ લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા છેક જામનગર મિલિટ્રી બેઝથી હેલિકોપ્ટર સુત્રેજ ગામમાં આવ્યું અને બંને વ્યક્તિનું રેસ્ક્યું કરીને તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.
વિસાવદર 16 ઈંચ વરસાદથી પાણી પાણી
નોંધનીય છે કે, જૂનાગઢમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. વિસાવદરમાં 16 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. દોઢ દિવસમાં જિલ્લામાં 22 ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે, એવામાં ઓજત વિયર ડેમ છલકાતા 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સાથે જ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT