VFS ગ્લોબલના બે કર્મચારીઓની વધી મુશ્કેલી, 28 લોકોને બનાવટી વિઝા અપોઈન્ટમેન્ટ લેટર આપવાના કેસમાં જામીન ફગાવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશ કમાવવા જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ દરમિયાન હવે વિદેશ જવા માંગતા લોકો સાથે છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કેનેડા જવા ઈચ્છતા 28 લોકોના બનાવટી દસ્તાવેજો અને ખોટા બાયોમેટ્રિક એનરોલ કરવાનો આ આરોપીઓ VFS ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓ અને પૂર્વ કર્મચારીઓએ સાથે મળીને કરેલા વિઝા કૌભાંડમાં શહેરની સેશન્સ કોર્ટે બે આરોપીઓના જામીન ફગાવ્યા છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે બંને આરોપીઓના જામીનનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ બંને આરોપીઓએ કોર્ટમાં તેઓ નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું અને પોતાની ધરપકડ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ આખું વિઝા કૌભાંડ 5 જુલાઈના રોજ પ્રકાશમાં આવ્યું હતું. વીએફએસ ગ્લોબલની અમદાવાદ ઓફિસમાં 28 વિઝા એપ્લિકન્ટ્સના બાયોમેટ્રિક એનરોલ થયા હતા પરંતુ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC)ની ઓફિસે આ લોકોને વિઝા અપોઈન્ટમેન્ટ લેટર આપ્યા જ નથી, તેવી જાણકારી આપતો ઈ-મેઈલ કેનેડિયન હાઈ કમિશને મોકલ્યો હતો. કંપનીના મેનેજરે નોંધાવેલી FIRમાં આ માહિતી બહાર આવી હતી.ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડ અને હાલના બે કર્મચારી સોહિલ દિવાન અને મેલ્વિન ક્રિસ્ટીએ કેટલાક ટ્રાવેલ એજન્ટો સાથે મળીને આ કાંડ કર્યો હતો. તેમણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ચેડા કર્યા હતા અને ખોટી રીતે 28 અરજીકર્તાઓના બાયોમેટ્રિક એનરોલ કરીને તેમને બનાવટી વિઝા અપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

આરોપીઓએ આ કામ માટે દરેક વ્યક્તિ પાસેથી પાંચથી સાત હજાર રૂપિયા પડાવ્યા હતા. મહત્વનું છે કે, કંપનીએ જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે ખબર પડી કે ઓફિસમાં કોઈ હતું નહીં ત્યારે સોહિલ અને ક્રિસ્ટીએ કેટલાક લોકોના બાયોમેટ્રિક એનરોલ કર્યા હતા. આ માટે તેમણે દરેક વ્યક્તિ પાસેથી પાંચથી સાત હજાર રૂપિયા પડાવ્યા હતા.

ADVERTISEMENT

VFS ગ્લોબલની ઓફિસ 145 દેશમાં છે કાર્યરત
VFS ગ્લોબલ એ વિઝાનું કામ કરતી સૌથી મોટી કંપની છે. તેની ઓફિસ દુનિયાના 145 દેશોમાં આવેલી છે. તે વિઝાના આઉટસોર્સિંગ તથા ટેક્નોલોજી સર્વિસ સાથે સંકળાયેલી છે. દુનિયાભરની સરકારો અને ડિપ્લોમેટિક મિશન દ્વારા વીએફએસ ગ્લોબલની સર્વિસ લેવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT