ગાડી પર ડમ્પર પલટી જતા બેના ઘટના સ્થળે જ મોત, મહિલા-બાળકીનો ચમત્કારીક બચાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધારે એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા નજીક એક કાર પર કોલસો ભરીને જઇ રહેલું ડમ્પર પડતા કારમાં રહેલા સસરા-જમાઇના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર પર વિશાળ ડમ્પર પડતા કારનું પડીકું વળી ગયું હતું.

ક્રેઇનની મદદથી ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા
ક્રેઇનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. ચોવીસ કલાક સતત ટ્રાફીકથી ધમધમતા રાજકોટ-અમદાવાદ હાઇવે પર જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલી વણકી ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું.

સસરા અને જમાઇના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
ઘટનાને પગલે સસરા-જમાઇના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. અચાનક વણકી ગામના પાટિયા નજીક કાર પહોંચતા ડમ્પર તેના પર પલટી ગયું હતું. કારમાં સવાર બે લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ગાડીમાં ફસાયેલી મહિલા અને બાળકને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંન્નેને સારવાર માટે ચોટિલા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

લગ્ન પ્રસંગે જઇ રહેલા પરિવારને અકસ્માત નડ્યો
જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઇ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા નજીક કાર પહોંચતા ડમ્પર અને પર પલટી ગયું હતું. જો કે ડમ્પર કેવા સંજોગોમાં પલટી ગયું તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. જો કે ગાડીમાં આગળની સીટ પર રહેલા બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જ્યારે પાછળ રહેલી મહિલા અને બાળકીનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. હાલ બંન્ને સારવાર હેઠળ છે.

    follow whatsapp

    ADVERTISEMENT