ખાંભામાં ભૂગર્ભ ગટરમાંથી બે મૃતદેહો મળી આવતા ચકચાર, ઓનરકિલિંગની આશંકા
અમરેલી : જિલ્લાના ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી બે કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક રીતે પ્રાપ્ત માહિતી અનુસાર…
ADVERTISEMENT
અમરેલી : જિલ્લાના ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી બે કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક રીતે પ્રાપ્ત માહિતી અનુસાર સ્ત્રી -પુરુષની ભૂગર્ભના ગટરના ટાંકામાંથી કોહવાયેલી લાશ મળી છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે.
ખાંભાની ધાતરવડી નદી પાસે ભૂગર્ભ ગટરના ટાંકામાંથી બે મૃતદેહો મળતા તંત્ર દોડતું થયું છે. બંન્ને મૃતદેહો પૈકી એક સ્ત્રી અને બીજો મૃતદેહ પુરૂષનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના ઓનરકિલિંગની પણ હોઇ શકે છે તેવી શક્યતાને જોતા હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. જે સમગ્ર ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના સ્થળે પણ લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં છે.
ગટરના ટાંકામાંથી મળેલા બંન્ને મૃતદેહોને લઈ ઘટનાસ્થળે ખાંભા મામલતદાર સહિતનો કાફલો હાલ રવાના થઇ ચુક્યો છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા છે. જો કે હાલ તો પોલીસ હત્યા થઈ કે આત્મહત્યા તે મુદ્દે તપાસ ચલાવી રહી છે. હાલ તો પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT