અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાતા બે દિવસનું યલો એલર્ટ જાહેર, શહેરના 127 સિગ્નલો બપોરે બંધ રખાશે
અમદાવાદ: રાજ્યમાં એકબાજુ કેટલાક ભાગોમાં માવઠું થઈ રહ્યું છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં કાળજાળ ગરમી પડી રહી છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં એકબાજુ કેટલાક ભાગોમાં માવઠું થઈ રહ્યું છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં કાળજાળ ગરમી પડી રહી છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ
અમદાવાદમાં આગામી 23 અને 24 એપ્રિલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રીથી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 127 જેટલા ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. જ્યારે 58 જેટલા સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવાયો છે. જેથી વાહનચાલકોને તાપમાં ઓછો સમય ઊભા રહેવું પડે. આ નવો નિયમ બપોરે 12થી 4 વાગ્યા સુધી રહેશે.
ડિહાઈડ્રેશનથી બચવા લોકોને સૂચન
નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી દિવસોમાં હજુ માવઠું નહીં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એવામાં શહેરમાં તાપમાનનો પારે 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારે લોકોને પણ ડિહાઈડ્રેશનથી બચવા અને બપોરે તાપમાં બહાર ન નીકળવા માટે સૂચન કરાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT